આઈ. સી.ડી.એસ. શાખા બાયડ ખાતે ઘટક એક અને બેમાં સશકત અને કુપોષિત કિશોરી મેળાનું આયોજન કરાયું
(પ્રતિનિધિ)બાયડ, કિશોરી અભિયાન‘’ અંતર્ગત અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે ઘટક અને બેમાં માં કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બાયડ માલપુના ધારાસભ્ય, તાલુકા પ્રમુખ ,તાલુકા અધ્યક્ષ, મહિલા કલ્યાણ વિભાગના સંચાલક તેમજ તમામ યોજનાકીય શાખા અધિકારી . દ્વારા દિ૫ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. કાર્યક્રમમાં ૪૨૫ થી થી વઘુ કિશોરીઓએ ભાગ લીઘેલ.
જેમાં વિવિઘ વકતાઓ તરફથી કિશોરીઓને પોષણ, શિક્ષણ, સ્વરોજગારી, આરોગ્ય, કાનુની સલાહ, માર્ગદર્શન, સ્વબચાવ તેમજ સરકારની કિશોરીઓ માટેની વિવિઘ યોજનાઓ અંગે માર્ગદર્શન આ૫વામાં આવેલ. તેમજ કિશોરીઓ ઘ્વારા ૫ણ આઇ.સી.ડી.એસ. યોજનામાંથી મળતા લાભો અંગે પોતાના વકતવ્યો આ૫વામાં આવેલ. તેમ સ્પર્ઘામાં વિજેતા કિશોરીઓને પ્રોત્સાહીત કરવા માટે ‘’પુર્ણા ક૫’’ અને પ્રમાણપત્ર આ૫વામાં આવેલ.
પુર્ણા ની પ્રતિજ્ઞા લેવામાં આવી.પુર્ણા ની સેલ્ફી પોઇન્ટ થી સેલ્ફી લેવામાં આવી. ઉપસ્થિત મહેમાનો ,કર્મચારીઓ અને કિશોરીઓ ની સિજ્ઞેચર પોઇન્ટ પર સિગ્નેચેર કરવામાં આવી.તમામ યોજનાકીય સ્ટોલ માં દરેક કિશોરીઓ એ મુલાકાત લીધી અને તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા.