F-૨ રેસ જીતનાર જેહાન પ્રથમ ભારતીય ડ્રાઇવર બન્યો
નવી દિલ્હી: ભારતીય ડ્રાઇવર જેહાન દારૂવાલાએ સાખિર (બહરીન)માં સાખિર ગ્રાં પ્રી દરમિયાન ઈતિહાસ રચ્યો, તે ફોર્મ્યુલા ટૂ રેસ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે. ફોર્મ્યુલા ટૂ ચેમ્પિયન મિક શૂમાકર અને ડેનિયલ ટિકટુમ વિરુદ્ધ રોમાંચક મુકાબલામાં ૨૨ વર્ષનો ભારતીય સત્રની અંતિમ ફોર્મ્યુલા વન ગ્રાં પ્રીની સપોર્ટ રેસમાં ટોપ પર રહ્યો. રેયો રેસિંગ માટે ડ્રાઇવિંગ કરી રહેલ જેહાને ગ્રિડ પર બીજા સ્થાનથી શરૂઆત કરી અને તે ડેનિયલ ટિકટુમની સાથે હતો.
ટિકટુમે જેહાનને સાઇડમાં કરવાનો પ્રયાસ કર્યો, જેથી શૂમાકર બંન્નેથી આગળ નિકળી ગયો હતો. જેહાન ત્યારબાદ બંન્નેથી પાછળ રહી ગયો, પરંતુ તેણે હાર ન માની અને શાંત રહેતા પોતાની પ્રથમ એફઆઈએ ફોર્મ્યુલા ટૂ રેસ જીતી હતી. તેનો જાપાની સાથી યુકી સુનોડો બીજા નંબર પર રહ્યો,
તે જેહાનથી ૩.૫ સેકેન્ડ પાછળ રહ્યો, જ્યારે ટિકટુમ ત્રીજા સ્થાને રહ્યો હતો. જેહાને કહ્યુ, મારે ભારતમાં પોતાના લોકોને સાબિત કરવુ હતુ કે ભકે આપણી પાસે યૂરોપમાં ડ્રાઇવરોની જેમ સમાન સુવિધાઓ ન હોય, પરંતુ જ્યારે તમે ખુબ મહેનત કરો તો ગ્રિડમાં મોડ પર સારો પડકાર આપી શકો છો. માઇકલ શૂમાકરના પુત્ર મિક શૂમાકર ૧૮મા સ્થાન પર રહેવા છતાં ૨૦૨૦ની ચેમ્પિયનશિપ જીતવામાં સફળ રહ્યો. શૂમાકરે ૨૧૫ પોઈન્ટની સાથે ટાઇટલ જીત્યું હતું.