Western Times News

Gujarati News

રોગ માટે ફાયદાકારક ગાંઠિયા અને ફાફડા કંદોઈ બનાવે છે

કંદોઈ દિનેશભાઈએ ગાંઠિયા અને પાલક ભાજીનો સમન્વય સર્જયો-ચણાના લોટમાં મરી-મસાલા અજમાની સાથે પાલકનો સુંદર સમન્વયઃ અમદાવાદ-બરોડા સુધીના સ્વાદ રસીકો માટે પાલકના ફાફડા ગાંઠિયા પ્રિય બની રહયા છે

(એજન્સી)જુનાગઢ, પાલકજી ભાજી અને ફાફડા ગાંઠીયાઓ સંયોજન સાંભળીને નવાઈ લાગશે પરંતુ વેરાવળમાં રહેલા કંદોઈ દિનેશભાઈ પાછલા ઘણા વર્ષોથી ફાફડા ગાંઠીયા અને પાલક ભાજીનો ખુબ જ સુંદર સમન્વય કરીને સ્વાદ અને આરોગ્યની દ્રષ્ટિએ સારાકહી શકાય તેવા ફાફડા ગાંઠીયા બનાવી રહયા છે.

પાલકના ગાંઠીયાના ચાહકો છેક અમદાવાદથી વડોદરા સુધી પણ જાેવા મળે છે. કેટલાક કિસ્સામાં લોકો સોમનાથની મુલાકાતે આવે ત્યારે ગાંઠીયાનો સ્વાદ પણ અચુક પણ માણવા માટે આવતા હોય છે. ગુજરાતની ઓળખ ફાફડા ગાંઠીયા બની રહયા છે. વર્ષ ર૦૧૪થી સંસદથી કેન્ટીનમાં પણ ફાફડા ગાંઠીયાએ અનોખું અનેરું સ્થાન ઉભું કર્યું છે.

આ ફાફડા ગાંઠીયાની સફર ગુજરાતથી લઈને દિલ્હી સુધી જાેવા મળે છે. ત્યારે વેરાવળમાં પાછલા ઘણા વર્ષોથી કંદોઈના વ્યવસાય સાથે સંકળાયેલા દિનેશભાઈ પાલકની ભાજીના ફાફડા ગાંઠીયા બનાવી રહયા છે. ગાંઠીયા ગુજરાતમાં ખવાતું અને બનતું સામાન્ય ફરસાણ છે. પરંતુે પાલકની ભાજી સાથે ના ફાફડા ગાંઠીયા એકમાત્ર વેરાવળમાં બની રહયા છે.

આ ગાંઠીયા સ્વાદની સાથે આરોગ્ય માટે પણ પાલકહોવાને કારણે વધુ સારા માનવામાં આવે છે. ચણાના લોટમાં મરી-મસાલાા અજમાની સાથે પાલકનો સુંદર સમન્વય કરીને અનોખી રીતે પાલકના ફાફડા ગાંઠીયા કંદોઈ દિનેશભાઈ બનાવી રહયા છે. અમદાવાદ બરોડા સુધીના સ્વાદ રસીકો માટે પાલકના ફાફડા ગાંઠીયા પ્રિય બની રહયા છે.

પાલકની ભાજીને તબીબો પણ ખુબ મહત્વના આહાર તરીકે માની રહયા છે. પાલકના લીલા પર્ણોમાં વિટામીન મીનલર પોટેશીયમન કેલ્શીયમ આયરન સહીત અનેક પોષકતત્વોની હાજરી હોય છે. જેને કારણે પાલકની ભાજીનું સેવન કરવાથી કોઈપણ વ્યકિતના શરીરમાં એન્ટીઓકસીડેન્ટનું નિર્માણ થાય છે. પાલકરોગપ્રતીકારક શકિત વધારવાની સાથે શરીરના નાશ પામતાની જગ્યા પર નવા કોષોને સ્થાન આપવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ્‌ માનવામાં આવે છે.

પાલકની ભાજીમાં રહેલા વિટામીન મીનરલ્સ પોટેશીયમ પુષ્કળ પ્રમાણમાં કુદરતી રીતે બનતા હોય છે. પાલકનું સેવન કરવાથી કોઈપણ વ્યકિતના શરીરમાં એન્ટી ઓકસીટ નિર્માણ થાય છે. જેને કારણે વ્યકિતની રોગપ્રતીકારક શકિતમાં વધારો થાય છે. પોટેશીયમ હોવાને કારણે તે લોહીના નીચા દબાણ પર કાબુ કરવા માટે ખુબ મદદગાર સાબીત થાય છે. સાથે સાથે પાલકમાં રહેલા એન્ટીઓકિસડન્ટ હાડકાને મજબુતી આપતા હોય છે.

પાલકમાં જાેવા મળતું લોહતત્વ ચામડી પણ ગુણકારી છે. પાલકના સેવનથી ચામડી પર કસમયે પડતી કરચલીઓમાંથી પણ મુકિત મેળવી શકાય છે. સાથે પાલકની ભાજી આંખના તમામ પ્રકારના રોગોને દૂર રાખવામાં મદદરૂપ બને છે. વધુમાં પાલકમાં આર્યન હોવાને કારણે તે શરીરમાં રકતને વધારનારા તત્વો તરીકે પણ કામ કરે છે.

આમ ગાંઠીયા સામાન્ય ફરસાણ છે. પરંતુ તેના પાલકનો સમન્વય કરીને જે રીતે ફાફડા ગાંઠીયા બની રહયા છે. જે સ્વાદ અને આરોગ્યની દ્રષ્ટિએ સારા માનવામાં આવી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.