અમર અકબર એન્થની ફેમ યુસુફનો સાવકો દીકરો છે ફહમાન
મુંબઈ, ફહમાન ખાન, જેણે સીરિયલ ‘ઈમલી’માં ‘આર્યન’નું પાત્ર ભજવી દર્શકોના દિલ જીત્યા હતા, તેણે એક્ટર બનવાની પ્રેરણા દિવંગત ભાઈ ફરાઝ ખાન પાસેથી લીધી હતી. ફરાઝ, જેણે ફરેબ અને દુલ્હન બનું મેં તેરી જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું, તેનો ફહમાનના જીવન પર ઘણો પ્રભાવ હતો.
જાે કે, ખૂબ ઓછા લોકો જાણતા હશે કે ફરાઝ ફહમાનનો સાવકો ભાઈ હતો. ફરાઝ ‘અમર અકબર એન્થની’ ફેમ ઝેબિસ્કો ઉર્ફે યુસુફ ખાનનો દીકરો હતો. હાલમાં વાતચીત કરતાં ફહમાને ખુલાસો કર્યો હતો કે, તેનો જન્મ ઝેબિસ્કોના મોત બાદ તેની માતાએ તેના પિતા શાહબાઝ ખાન સાથે લગ્ન કર્યા બાદ થયો હતો.
આ સાથે તેણે ઉમેર્યું હતું કે, તેઓ ચારેય ભાઈ-બહેન એકબીજાની ખૂબ જ ક્લોઝ હતા અને ક્યારેય પણ ભેદભાવ થયો નહોતો. મારે બે ભાઈ અને એક બહેન છે. ફરાઝ, ફાહેદ અને ફાધ્યા. તેઓ ઝેબિસ્કો ઉર્ફે યુસુફ ખાનના બાળકો છે.
મારા મમ્મીએ પહેલા ઝેબિસ્કો સાથે લગ્ન કર્યા હતા. તેનું અસલીમ નામ યુસુફ ખાન છે અને હાર્ટ અટેકના કારણે તેઓ ૪૮ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હતા. તે સમયે બાળકો ખૂબ જ નાના હતા અને મારો મોટો ભાઈ ૧૪ વર્ષનો હતો, મારો બીજાે એક ભાઈ ૧૨ વર્ષનો હતો અને મારી બહેન ૯ વર્ષની હતી. મારા મમ્મી ત્રણ બાળકો સાથે વિધવા હતા અને તેથી મારા પિતા જેઓ તે સમયે ફેમિલી ફ્રેન્ડ હતા તેમણે તેમની સાથે લગ્ન કર્યા હતા. ત્રણ વર્ષ બાદ મારો જન્મ થયો હતો.
હું તેમના બીજા પતિ શાહબાઝ ખાનનો દીકરો છું. પરંતુ આ બાબતે અમારી વચ્ચે ક્યારેય ભેદભાવ નથી થયો. ક્યારેય ફરક રાખવામાં નથી આવ્યો’, તેમ ફહમાને ઉમેર્યું હતું. ભાઈ-બહેન વચ્ચેના બોન્ડિંગ વિશે વાત કરતાં ફહમાન ખાને કહ્યું હતું કે ‘હું આજે પણ ઝેબિસ્કોને મારા પિતા માનું છું. અમને ક્યારેય આ બાબતે વાંધો નથી થયો અને દરેકે સંબંધોને સુંદરતાથી સ્વીકાર્યા હતા.
શરૂઆતમાં, કેટલાક ઈશ્યૂ થયા હતા કારણ કે બાળકો નાના હતા અને કોઈ આ વાતને સ્વીકારી શકતું નહોતું. મારા પિતા તેમની માતાને તેમની દૂર લઈ ગયા હોવાનું બાળકોને લાહતું હતું. પરંતુ જીવન ધીમે-ધીમે આગળ વધ્યું. તેઓ અમારી સાથે રહેતા નહોતા, તેઓ પરિવારનો જીવનનિર્વાહ ચલાવવા માટે સાઉદીમાં નોકરી કરતાં હતા.
જ્યારે મારા મમ્મી હંમેશા બાળકો સાથે રહ્યા. જે બાદ તેમને અહેસાસ થયો હતો કે તેમણે નિઃસ્વાર્થભાવે બધું કર્યું હતું અને બાદમાં તેમને સ્વીકાર્યા હતા’. આ સાથે ઉમેર્યું હતું કે ‘સામાન્ય રીતે હું આ વિશે વધારે વાત કરતો નથી. જાે લોકો મને ઝેબિસ્કોનો દીકરો કહેશે તો મને તેમાં વાંધો નથી. હું પહેલીવાર આ વિશે બોલ્યો છું.
તેઓ મારા ભાઈ-બહેનના પિતા હતા અને મને તેમા કોઈ વાંધો નથી. ફહમાન ખાન ઈમલી સિવાય મેરે ડેડ કી દુલ્હન અને અપના ટાઈમ આયેગા જેવા શો કરી ચૂક્યો છે, આ સિવાય હાલ તે ધર્મ પત્નીમાં જાેવા મળી રહ્યો છે. તેના ફેન્સને પણ કદાચ જ ખબર હશે કે, બાળપણમાં તેણે ક્રિકેટર બનવાનું સપનું જાેયું હતું અને તે રાજ્ય સ્તરે ગેમ રમ્યો પણ હતો.
આ જ ઈન્ટરવ્યૂમાં તેણે ક્રિકેટ પ્રત્યેના પ્રેમ અને કેવી રીતે ઈજાએ તેને ત્રણ વર્ષ સુધી સ્પોર્ટ્સથી દૂર રહેવા માટે દબાણ કર્યું હતું તેનો ઉલ્લેખ કર્યો હતો. ‘બાળક તરીકે હું ક્રિકેટર બનવા માગતો હતો અને મારું બાળપણ ક્રિકેટ રમવામાં ગયું હતું.SS1MS