દિવાળી આવતા બજારમાં વેચાઈ રહી છે નકલી બદામ
અમદાવાદ, આજકાલ બજારમાં તમામ પ્રકારનો ભેળસેળવાળો સામાન આડેધડ વેચાય છે. વધુ નફો મેળવવા માટે લોકો આવી ભેળસેળ અને બ્લેક માર્કેટિંગ કરે છે. ઉલ્લેખનીય છે કે, ભેળસેળયુક્ત ખોરાક ખાવાથી તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. જેના કારણે અનેક ગંભીર બીમારીઓનો ખતરો રહે છે. એટલું જ નહીં, ડાયાબિટીસ, કેન્સર અને પેટ સંબંધિત જીવલેણ રોગો પણ મોટાભાગે ભેળસેળયુક્ત વસ્તુઓના સેવનથી થાય છે.
હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે અને આ દરમિયાન ડ્રાયફ્રૂટ્સ અને બદામમાં ઘણી ભેળસેળ કરવામાં આવે છે. ઘણી વખત તંત્ર દ્વારા પણ બજારમાં નકલી બદામ, કાજુ વગેરેનો મોટા પ્રમાણમાં જથ્થો પકડે છે. આ વસ્તુઓમાં એવી રીતે ભેળસેળ કરવામાં આવે છે કે, તેને સરળતાથી ઓળખવી મુશ્કેલ બને છે.
બજારમાંથી બદામ ખરીદતી વખતે, સામાન્ય લોકો એ તફાવત કરી શકતા નથી કે, તેઓ જે વસ્તુ ખરીદે છે અને ઘરે લઈ જાય છે, તે અસલી છે કે નકલી! આ વસ્તુઓમાં ભેળસેળ એ રીતે કરવામાં આવે છે કે, તે બિલકુલ અસલ જેવી જ દેખાય છે, પરંતુ કેટલીક ટિપ્સ અપનાવીને તમે અસલી અને નકલી બદામ વચ્ચેનો તફાવત કરી શકો છો. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા પણ અસલી અને નકલી ખાદ્ય ઉત્પાદનોને ઓળખવા માટે સમયાંતરે કેટલીક ટીપ્સ આપતા હોય છે.
અસલી અને નકલી બદામને ઓળખવા માટે તેને તમારી હથેળી પર ઘસો. જાે બદામને ઘસવામાં આવે ત્યારે તેનો રંગ ઉતરી જતો હોય તો સમજવું કે તે નકલી અને ભેળસેળયુક્ત છે. બદામ બનાવવા માટે, ઉપરથી પાવડર છંટકાવ કરીને રંગ વધારવામાં આવે છે. તમે તેને બદામના રંગથી પણ ઓળખી શકો છો. વાસ્તવિક બદામનો રંગ આછો ભૂરો હોય છે, જ્યારે નકલી બદામનો રંગ ઘાટો દેખાય છે. અસલી અને નકલી બદામને ઓળખવા માટે તેને કાગળ પર થોડીવાર દબાવી રાખો. જાે આમ કરવાથી, કાગળ પર તેલના નિશાન દેખાય છે, તો બદામ અસલી છે.
આ સિવાય અસલી અને નકલી બદામને તેના પેકિંગ પરથી પણ ઓળખી શકાય છે. તેને ખરીદતી વખતે પેકિંગ પર લખેલી વસ્તુઓને ધ્યાનથી વાંચો. ઘણી વખત ભેળસેળ કરનારાઓ બ્રાન્ડના પેકિંગની નકલ કરીને બજારમાં વેચે છે. તે સરળતાથી ઓળખી શકાય છે. નકલી બદામ ખાવાથી તમારા શરીરને માત્ર પોષણ જ નહીં નથી, પરંતુ તેનું સેવન કરવાથી પેટ સંબંધિત ગંભીર બીમારીઓનું જાેખમ પણ વધી જાય છે. ભેળસેળવાળી વસ્તુઓનું લાંબા સમય સુધી સેવન કરવાથી કેન્સર જેવી બીમારી પણ થઈ શકે છે.SS1MS