નવસારી પ્રાંત અધિકારી પાસે માહિતી મેળવતો નકલી CMO અધિકારી ઝડપાયો
ગુજરાતમાં હવે નકલી સીએમઓ અધિકારી ઝડપાયો-પ્રાંત અધિકારી પાસે CMOના નામે નકલી અધિકારી માહિતી મેળવતો હતો
અમદાવાદ, રાજ્યમાં નકલીનો સિલસિલો અટકવાનું તો જાણે કે નામ જ લઈ રહ્યો નથી. રાજ્યમાં ફરી એક વખત નકલી અધિકારી ઝડપાયો છે. નવસારીમાં નક્લી CMO અધિકારી ઝડપાયો છે. નવસારી પ્રાંત અધિકારીને વર્ષ ૨૦૨૩થી આ નકલી ઝ્રર્સ્ં અધિકારી દમ મારતો હતો અને પ્રાંત અધિકારી પાસે માહિતી લેતો હતો. Fake CMO officer has been caught in Gujarat.
નવસારી પ્રાંત અધિકારી જનમ ઠાકુર નકલી ઝ્રર્સ્ં અધિકારીની માયાજાળમાં ભેરવાયા અને આ નક્લી અધિકારી પ્રાંત અધિકારીને ઉઠા ભણાવી રહ્યો હતો. બારડોલી નજીકના મઢી ગામનો આ ઠગબાજ નિતેશ ચૌધરી પ્રાંત અધિકારી પાસે ઝ્રર્સ્ંના અધિકારીના નામે માહિતી લેતો રહ્યો હતો.
જો કે આખરે પ્રાંત અધિકારી જનમ ઠાકુરને શંકા જતા આ સમગ્ર ભાંડો ફૂટ્યો છે અને ત્યારબાદ નવસારી પ્રાંત અધિકારી જનમ ઠાકુરે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી, ફરિયાદના આધારે જ નકલી અધિકારી નિતેશ ચૌધરીને ઝડપી પાડ્યો અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ અમદાવાદમાંથી વધુ એક નકલી અધિકારી ઝડપાયો હતો. કિરણ પટેલની જેમ નકલી અધિકારી બનીને મોટી છેતરપિંડી લોકો પાસે કરી છે. ૨૫૦થી વધુ લોકો પાસેથી ૩ કરોડ રૂપિયા નકલી અધિકારીએ પડાવ્યા છે. સચિવાલયના અધિકારી તરીકે ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી આચરી હતી.
આવાસ યોજનામાં મકાન અપાવવાના બહાને લોકો સાથે છેતરપિંડી આચરી હતી. ત્યારે પોલીસે આ નકલી અધિકારી વિરેન્દ્ર સિંહને ઝડપી પાડ્યો અને કાર્યવાહી શરૂ કર્યો છે. આ નકલી અધિકારીએ વસ્ત્રાપુર, નારાણપુરા અને સોલાના લોકો સાથે છેતરપિંડી કરી હતી. છેતરપિંડી મામલે કુલ ૩ ફરિયાદો દાખલ થઈ હતી. લોકોના પૈસા પડાવી આરોપીએ બિઝનેસ શરુ કર્યો હતો, આ આરોપીએ ગ્રાહકો શોધવા માટે એજન્ટો રાખ્યા હતા અને વિરેન્દ્રસિંહ એજન્ટોને ૫૦-૬૦ લાખ રૂપિયા આપ્યા હતા.