ઊંઝામાં નકલી જીરું અને વરિયાળી બનાવતી ફેક્ટરી ઝડપાઈ
(એજન્સી)મહેસાણા, ઊંઝામાંથી નકલી જીરું અને વરિયાળી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. આ ફેક્ટરીમાં નકલી જીરું-વરિયાળી ઝડપવામાં આવ્યા છે. મહેસાણા એલસીબી પોલીસ અને ફૂડ વિભાગે ઊંઝામાં દરોડો પાડી સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો. દાસજ રોડ ગંગાપુરા પાસે આવેલી ફેક્ટરી પર દરોડો પાડવામાં આવ્યો.
સ્થળ પરથી વરિયાળીની ૮૦૯ થેલીઓ જપ્ત કરવામાં આવી છે.મહેસાણા એલએસબીએ નકલી જીરું અને વરિયાળીની ફેક્ટરી પર દરોડો પાડ્યો, ૭૪ લાખની કિંમતનું શંકાસ્પદ જીરું અને વરિયાળી જપ્ત કરવામાં આવી છે, દાસજ રોડ પર ગંગાપુર ફેક્ટરી પાસે આ વેરહાઉસ ભાડેથી ચલાવવામાં આવતું હતું. આ ફેક્ટરી મહેશ પટેલ અને ભાર્ગવ પટેલ ચલાવતા હતા.
નકલી જીરૂની ૮૫ થેલીઓ જપ્ત કરવામાં આવી છે અને આ તમામ વસ્તુઓને એફએસએલમાં રિપોર્ટ માટે મોકલી આપવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં વરિયાળીની ભૂકીની ૮૦૯ થેલીઓ પણ જપ્ત કરવામાં આવી છે જેમાં જીરાનો પાવડર ભેળવીને અન્ય વસ્તુઓ તૈયાર કરવામાં આવી રહી છે
અને આ વસ્તુઓ ૬ મહિનાથી વધુ સમયથી ફેક્ટરીમાં ભેળસેળ કરીને બજારમાં વેચવામાં આવી રહી છે. જીરું પર ગોળની પેસ્ટ અને પાવડર લગાવવામાં આવ્યો હતો. ૭ થેલી ગ્રે પાવડર, ૧ બેરલ ગોળ કબજે કરી એલસીબીએ માહિતીના આધારે કાર્યવાહી હાથ ધરી છે.