ચિલ્ડ્રન બેન્કની નોટો પઘરાવી ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ
(એજન્સી)સુરત, સુરત પોલીસનું સંયુક્ત ઓપરેશન ૪ કરોડ રૂપિયાની ચિલ્ડ્રન બેન્ક ની નોટ ઝડપાઇ, અસલી નોટોમાં લોકોને છેતરી ચિલ્ડ્રન બેન્કની નોટ પધરાવતા સુરતના અમરોલી મોટા વરાછા વિસ્તાર ૯૯ શોપિંગ કોમ્પલેક્ષમાંથી ચિલ્ડ્રન બેન્કની નોટ આપીને છેતરપિંડી કરનારી ગેંગને ઝડપી પાડવામાં આવી છે. પોલીસ તપાસમાં જે બાતમી મળી હતી તેના આધારે શોપિંગ કોમ્પ્લેક્સના ત્રીજા માળે રેડ કરતા ૬ લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
સુરતના અમરોલી વિસ્તારમાં ૯૯ શોપિંગ કોમ્પલેક્ષમાં અસલી નોટોમાં થોડી ઓરીજનલ નોટ મૂકી નીચે ચિલ્ડ્રન બેન્ક ની નોટ પધરાવતા હતા. તેઓ લોકોનો સંપર્ક કરીને જે તે જગ્યા ઉપર મળવાનું કહી વાતચીત કરતા અને ત્યારબાદ પોલીસ આવી જશે
તેઓ ડર બતાવીને ઝડપથી નોટ નોટના બંડલ ભરેલી બેગ ની આપલે કરીને નાસી જતા હતા. આ બાબતની જાણ એસઓજી અને એટીએસની ટીમને થતા સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને છ લોકોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
એસઓજી અને એડ્રેસના સંયુક્ત ઓપરેશનમાં છ ઈસમોને ઝડપી પાડી તેમની પાસેથી મુદ્દા માલ ઝડપી લીધો હતો જેમાં ૪,૮૫,૩૫,૦૦૦ની રૂપિયા ૨૦૦૦ અને ૫૦૦ના દરની નોટો ઝડપી પાડવામાં આવી હતી. તેમજ આરોપીઓ પાસેથી ૫૦ ગોલ્ડ અને ૧૦ સિલ્વરની લગદીઓ પણ મળી આવી હતી.
પોલીસે શખ્સોને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે આ શકશો જે નોટના બંડલ આપતા હતા તેમાં ઉપર અને નીચે ઓરીજનલ નોટ મૂકી દેતા અને વચ્ચેના ભાગે ડુપ્લીકેટ ૨૦૦૦ અને ૫૦૦ ની દરની નોટો મૂકતા હતા.