ઈન્કમટેક્ષ બચાવવાની લાલચ આપી ટ્ર્સ્ટો પોતાનો શિકાર બનાવતાં ગઠીયા

પ્રતિકાત્મક
લોકસભાની ચૂંટણી ટાણે બેંગ્લુરૂમાંથી રૂ.૩૧ કરોડની નકલી ચલણી નોટો પકડાઈ
(એજન્સી)બેગ્લુરુ, લોકસભાની ચુંટણી ટાણે કેન્દ્રીય ક્રાઈમ બ્રાન્ચને નકલી નોટોના મોટો નેટવર્કનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. કેન્દ્રીય ક્રાઈમ બ્રાન્ચની મહીલા વિગે સોમવારે બેગ્લુરુમાંથી રૂ.૩૦,૯ર કરોડની નકલી નોટો જપ્ત કરી હતી. આ કાર્યવાહી દરમ્યાન કુલ પાંચ વ્યકિતની ધરપકડ પણ કરાઈ છે.
આ અંગે માહિતી આપતા બેગ્લુરુના પોલીસ કમીશ્નર બી.દયાનંદાએ જણાવ્યું હુતં કે, આ ટોળકી લોકોને કોર્પોરેટ સોશીયલ રિસ્પોન્સીબીલીટી CSR ફંડ હેઠળ લોકોને રૂ.એક કરોડ આપવાની લાલચ આપી હતી. આ માટે પહેલા તેઓ તેમની પાસે રૂ.૪૦ લાખની માગ કરતાં હતા.
લોકોને છેતરાની આ નવી પદ્ધતિ હોવાનું ઉમેરતા દયાનંદને જણાવ્યું હતુંકે અમને આની આછી પાતળી માહીતી મળી હતી. આ નેટવર્ક સાથે સંડોવાયેલા ગુનેગારો વિવિધ ટ્રસ્ટસને સંપર્ક કરી તેમને લાલચ આપતાં હતા કે, જેઓ તેમને ચોકકસ રકમ આપશે તો તેઓ તેમને સીએસઆર ભંડોળ દ્વારા જંગી રકમ અપાવશે. એટલું જ નહી તેન્ઓ તેમને રૂ.૧૦૦ કરોડ જેટલી રોકડ પણ બતાવતાં હતાં.
જેથી ટ્રસ્ટસના સભ્યો હતપ્રભ બની તેમના પર વિશ્વાસ કરી લેતા હતા. તેમનો વિશ્વાસ હાંસલ કર્યા બાદ તેઓ તેમની પાસેથી રૂપિયા લઈ ફરાર થઈ જતાં હતા. આ રીતે તેમણે અનેક ટ્રસ્ટસને પોતાનો શિકાર બનાવ્યાં હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. દયાનંદએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ક્રાઈમ બ્રાંચની મહીલા વિગે. આ ગેગના પાંચ સભ્યોને પકડી તેમની પાસેથી રૂ.૩૦.૯ર કરોડની નકલી ચલણી નોટો જપ્ત કરી હતી. આ તમામ આરોપીઓ મની લોન્ડરીગ પણ સંડોવાયેલા છે.