Western Times News

Gujarati News

2000ની નકલી નોટો લઈને ૧૦ લાખ વટાવવા નીકળેલો ભેજાબાજ કલોલથી ઝડપાયો

પ્રતિકાત્મક

(એજન્સી) ગાંધીનગર, બનાવટી નોટો બજારમાં ફરતી કરી અર્થતંત્રને તથા સામાન્ય નાગરીકોને મોટું નુકશાન કરાવવાનો કારસો પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો. રૂા.બે હજારના દરની નકલી ચલણી નોટોના જથ્થા સાથે કુલ રૂા.૧૦ લાખ વટાવવા નીકળેલા ગોતાના ભેજાબાજને ગાંધીનગર એસઓજીની ટીમે કલોલ સિંદબાદ હોટલ નજીકથી ઝડપી લીધો હતો.

ગાંધીનગર એસઓજીની ટીમે ગુનાઈત પ્રવૃત્તિ ડામવા માટે કલોલ વિસ્તારમાં હાથ ધરેલા પેટ્રોલીંગ દરમ્યાન બનાવટી ચલણી નોટો અંગે બાતમી મળી હતી. મોપેડ પર ફરી રહેલા ઈસમ પાસે સૂટકેસ ભરીને બનાવટી નોટોનો જથ્થો છે અને તે બનાવટી નોટોને વટાવવા માટે ફરી રહ્યો છે.

એવી બાતમીને આધારે પોલીસે વૉચ ગોઠવી હતી.આ બાતમી પ્રમાણેનો ઈસમ કલોલ મહેસાણા હાઈવે પર આવેલી સિંદબાદ હોટલ નજીક નજરે પડતાં એસઓજીનીટીામ એલર્ટ થઈ ગઈ હતી.

શકમંદને કોર્ડન કરીનેુ પોલીસે તેના સામાનની જડતી લીધી હતી. તેની પાસેની સૂટકેસમાંથી ભારતીય ચલણની રૂા.ર૦૦૦ના દરની ૪૯ર બનાવટી નોટો મળી આવી હતી. કુલ રૂા.૯.૮૪ લાખની બનાવટી નોટો ઉપરાંત હીરોે પ્લૈેઝર મોપેડ, મોબાઈલ ફોન, કલર પ્રિન્ટર, કમ સ્કેનર, ઈન્ફ્રન્ટરી બોન્ડ લખેલા એ ફોર સાઈઝના કાગળો પોલીસેે કબજે કર્યા હતા.

પોલીસે ઋત્વિક શૈલેષકુમાર રાવલ (રહે.૧૧૩, વંદે માતરમ, રોડ, ગોતા) મૂળ રહે.લાડોલ, તા.વિજાપુરને ઝડપીને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર ઋત્વિક શેરબજારનુેં કામ કરે છે. અગાઉ તેની ેસૌ પ્રથમ મહેસાણા બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીનો ગુનો નોંધાયેલ છે.

લાખો રૂપિયાની બનાવટી નોટો બજારમાં ફરતી કરાય એ પહેલાં પોલીસે આ આરોપીનેે ઝડપી લીધો હતો. અગાઉ પણ આરોપીએ આ પ્રકારે બનાવટી નોટો ફરતી કરી હોવાની આશંકાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સાથે બનાવટી નોટોના આ ષડયંત્રમાં અન્ય લોકો પણ સંડોવાયેલા હોવાનું મનાય છે. જેથી પોલીસ તપાસ દરમ્યાન ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.