દર્દીઓ ઉપર ઈલાજના નામે અખતરાં કરતા બોગસ તબીબ ઝડપાયો
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લામાં મોટી સંખ્યામાં ઔદ્યોગિક વસાહતો આવેલી છે.જેમાં બહારગામથી રોજગારી માટે આવતા કામદારોને સસ્તી કિંમતે ઈલાજ કરી આપવાના નામે બોગસ તબીબો પોતાની હાટડીઓ ધમધમાવે છે.
ગરીબ શ્રમજીવીઓ જ્ઞાનના અભાવે જેની પાસે ઈલાજ કરાવી રહ્યા છે તે તબીબ સાચો છે કે ઠગ તે જાણી શકતા નથી અને આ બોગસ તબીબો લોકો ઉપર અખ્તર કરતા રહે છે. જેમાં એક બીજા તબીબ ને ભરૂચ એસઓજી પોલીસે દહેજના કડોદરા ગામેથી ઝડપી લીધો છે.
પોલીસ મહાનિરીક્ષક સંદિપસિહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ ભરૂચનાઓની સુચના અને માર્ગદર્શન આધારે ભરૂચ જીલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “બોગસ ડોકટરો” પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની સુચના આપવામાં આવી હતી.
જેમાં અધિકારીઓના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જીના પી. આઈ એ.એ.ચૌધરી દ્વારા ટીમને તપાસ શરૂ કરવા જણાવવામાં આવ્યું હતું.પી.એસ.આઈ એ.વી.શિયાળીયાનાઓ ટીમ સાથે દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે નિતીશ દિપક બીસ્વાસ હાલ રહે. કડોદરા ગામ તા.વાગરા જી.ભરૂચ મૂળ રહે.ગામ એરોલી,તા.ગંગનાપુર જી.નદીયા મેડીકલ ડીગ્રી વિના
મેડીકલના સાધનો, એલોપેથિક દવાઓ, ઈન્જેકશન રાખી ઈલાજના નામે અખતરાં કરતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે દવાઓ અને ઈન્જેક્શનનો જથ્થો કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. આરોપી વિરૂદ્ધ દહેજ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરવામાં આવેલ છે વધુ તપાસ દહેજ પો.સ્ટે. કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લામાં મોટી સંખ્યામાં ઔદ્યોગિક વસાહત આવેલી છે.બહારગામથી રોજગારી માટે આવતા કામદારોને સસ્તી કિંમતે ઈલાજ કરી આપવાના નામે આ બોગસ તબીબો પોતાની હાટડીઓ ધમધમાવે છે.
ગરીબ શ્રમજીવીઓ જ્ઞાનના અભાવે જેની પાસે ઈલાજ કરાવી રહ્યા છે તે તબીબ સાચો છે કે ઠગ તે જાણી શકતા નથી અને આ બોગસ તબીબો લોકો ઉપર અખ્તર કરતા રહે છે.
ભરૂચ પોલીસે કોરોનાકાળમાં એક ઝુંબેશ ચલાવી મોટી સંખ્યામાં ઝોલાછાપ તબીબોને ઝડપી પાડી તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.આ ઠગ સામે કડક કાયદાઓના અભાવે તે ફરી સક્રિય થઇ જતા હોવાના કિસ્સા સામે આવે છે.
લાલ – પીળી દવાઓના અખતરાંના આધારે દવાખાના ખોલી ઈલાજના નામે લોકોના સ્વસ્થ્ય સાથે ચેડાં કરતા ઝોલાછાપ ડોક્ટરને ભરૂચના એસઓજી પોલીસે ઝડપી પાડયો છે.આ ઝોલાછાપ તબીબ કોઈપણ પ્રકારની તબીબી ડિગ્રીઓ વગર દર્દીઓને માત્ર દવાઓ જ નહિ પણ ઈન્જેક્શન પણ લગાડી દે છે.પોલીસે પોતાને તબીબ તરીકે ઓળખાવતા ઠગની ધરપકડ કરી સ્થાનિક પોલીસને સોંપ્યા છે.મામલે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.