Western Times News

Gujarati News

માતર GIDCમાંથી નકલી ઈનો બનાવતી ફેક્ટરી ઝડપાઈ :22200 પાઉચ પકડાયા

3 લોકો સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ભંગની ફરિયાદ

(સાજીદ સૈયદ દ્વારા) નડિયાદ,  ખેડા જિલ્લો નકલી ખાદ્ય ચીજવસ્તુઓ માટે હબ ના બની ગયું હોય તેમ એક બાદ એક નકલી ખાદ્ય ચીજવસ્તુઓનો વેપલાનો પર્દાફાશ થાય છે. નકલી હળદર, નકલી ઘી બાદ હવે નકલી ઈનોના વેપલાનો પર્દાફાશ થયો છે. માતર GIDCમાંથી નકલી ઈનો બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. જેમાં 3 લોકો સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ભંગની ફરિયાદ માતર પોલીસમાં નોંધાઈ છે. ઈનોના નકલી 22,200 પાઉચ કિંમત રૂપિયા 2.22 લાખના કબ્જે કરાયા છે. Fake Eno manufacturing factory caught from GIDC only: 22200 pouches seized

મળતી માહિતી મુજબ અમદાવાદ અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અને નેત્રીકા કન્સટંગ એન્ડ ઇન્વીસ્ટીગેશન નામની કંપનીમાં ચીરાગભાઈ નરેશભાઈ પંચાલ સીનયર ફીલ્ડ ઓફીસર તરીકે ફરજ બજાવે છે. જેમાં ચિરાગભાઈને અલગ-અલગ બ્રાન્ડેડ કંપનીઓના કોપી રાઇડ તથા ટેર્ડ માર્કના હક્કોના રક્ષણ માટે ફરીયાદ કરવા માટેનું કામ હોય છે. આ કંપનીને ગ્લેક્ષો ગ્રુપ લીમીટેડ કંપનીના જીએસકે (ઈનો)ના કોપી રાઇટ હક્કોની ઓથોરીટી મળેલ છે.

જે મુજબ ચિરગાભાઈ તેમના સાથીદારો સાથે ગતરોજ ખેડા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સાથે રાખી ખેડા જિલ્લાના માતરમા આવેલ GIDCમા આવેલ પ્લોટ નંબર 49 ખાતેની એક ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી મોટી માત્રામાં નકલી ઈનોના પાઉચ મળી આવ્યા હતા.

આ દરોડા દરમિયાન ફેક્ટરીમા હાજર ત્રણ લોકો કામરાન મહંમદહુસેન છીપા (રહે.આસ્ટોડીયા, અમદાવાદ), ભગવાનરામ રૂપારામ ભાટી (રહે. રાજસ્થાન) અને શેવાજ ઉર્ફે ગુડ્ડ નસીરઅહેમદ અંસારી (રહે.ઉત્તરપ્રદેશ)ને સાથી રાખી ફેક્ટરીમાં સર્ચ હાથ ધરાયું હતું. જ્યાંથી ગ્લેક્ષો ગ્રુપ લીમીટેડ કંપનીના જીએસકે (ઈનો)ના નકલી પેકેટો (પાઉચો) મળી આવ્યા હતા.

પંચોને સાથે રાખી ગણતરી કરતા કુલ 22,200 પાઉચો કિંમત રૂપિયા 2 લાખ 22 હજારના મળી આવ્યા હતા. આ બાબતે હાજર અધિકારીઓએ ત્રણ ઈસમો પાસે પરવાનો માગતા તે રજૂ કરી શક્યા નહોતા અને આ તમામ પાઉચો બનાવટી હોવાનું જાણવાં મળ્યું હતું. ફેક્ટરીમાંથી અન્ય ચિજવસ્તુઓ જેવી કે, પ્લાસ્ટીકના ગ્લેક્ષો ગ્રુપ લીમીટેડ કંપનીના જીએસકે (ઈનો) કંપનીના લેબલ છાપેલ રોલ નંગ- 2, એક સેલોટેપ રોલ, પ્લાસ્ટીકના મોટા 3 થેલાઓમાં ગ્લેક્ષો ગ્રુપ લીમીટેડ કંપનીના જીએસકે (ઈનો) નામ વાળા લુસ પૈકીંગ બોક્ષ (થેલી)

જે એક થેલામાં 2500 લેખે કુલ-3 થેલામાં 7500, પુઠા મોટા (માસ્ટર) કાર્ટૂન નંગ- 10 જેની ઉપર ગ્લેક્ષો ગ્રુપ લીમીટેડ કંપનીના જીએસકે (ઈનો) કંપનીના લેબલ છાપેલ છે. પાઉચ પેકીંગ ઇલેક્ટ્રીક મશીન, પુઠા બોક્ષ ઉપર લગાવાના ઈનો (અંગ્રેજીમાં) લખેલ સ્ટીકર નંગ- 2500 મળી આવ્યા હતા.પકડાયેલા ઈસમોને આ ફેક્ટરીના માલિક વીશે પુછપરછ કરતા કામરાન છીપાએ જણાવેલ કે, આ ગોડાઉન તેણે ભાડે રાખેલ હોવાની વિગતો બહાર આવી છે.

આથી કોપીરાઇટ એક્ટના ભંગનો ગુનો બનતો હોય આ ત્રણેય ઇસમો સામે સીનયર ફીલ્ડ ઓફીસરે માતર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.