હાઇકોર્ટના નામનો ખોટો હુકમ બનાવી સરકારી કર્મચારીએ જમીનનો ખેલ પાડ્યો
સોલા પોલીસે એક સરકારી અધિકારીની ધરપકડ કરી
અમદાવાદ, એસજી હાઈવેની પર જમીનના કરોડોના ભાવ બોલાય છે. અહીં જમીનનો એક નાનકડો ટુકડો પણ મહામૂલો છે. ત્યારે કરોડોની કિંમતની જમીનના નામનો હાઇકોર્ટનો ખોટો હુકમ બનાવવાના કેસમાં સોલા પોલીસે એક સરકારી અધિકારીની ધરપકડ કરી છે
ગુજરાત દિવસેને દિવસે વિકાસ કરી રહ્યું છે. ત્યારે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં જમીનના ભાવ આસમાને આંબી ગયા છે. ત્યારે કરોડોની કિંમતની જમીનની બાબતે છેતરપિંડીના કેસ પણ બની રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. જેમાં એક સરકારી અધિકારીએ જ હાઈકોર્ટનો ખોટો હુકમ બનાવીને કરોડોની જમીન ચાઉં કરવાનો પ્રયાસ કર્યો.
પોલીસ ફરિયાદ થતા પોલીસે આક સરકારી અધિકારીની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના એસજી હાઇવે પર આવેલ છારોડી ગામની કરોડોની કિંમતની જમીનનો સિવિલ દાવો ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહ્યો હતો, ત્યારે જ મહેશ પરબતસિંહ પરમાર જે કાલોલ ખાતેની ઓડિટ વિભાગમાં ઓડિટ ઓફિસર તરીકે કાર્યરત છે અને તેના મિત્ર માનુસખ ઉમેદભાઈ સાદરીયાએ છારોડીની જમીન બાબતે વાત કરી હતી.
ત્યારે બંનેને વિચાર આવ્યો હતો કે આ જમીનનો હાઇકોર્ટમાં ચાલતો સિવિલ દાવાનો એક ખોટો હુકમ બનાવીએ. જે સિવિલના દાવાનો એક ખોટો હુકમમાં નોંધવામાં આવ્યો કે આ જમીનનો જે દાવો છે તે નિકાલ કરવામાં આવે છે અને હવે કોઈ સિવિલનો દાવો હાઇકોર્ટમાં ઉભો રહેતો નથી.
ત્યાર બાદ મનસુખ સાદરીયાના નામે પાવર ઓફ એટર્ની બનાવી દેવામાં આવી હતી અને પોતાના નામે જમીન દસ્તાવેજ આધારે કરાવી લીધી હતી. આ સમગ્ર મામલો જમીનના માલિકના ધ્યાને આવતા સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાઇકોર્ટનો ખોટો હુકમ બનાવનાર ઓડિટ ઓફિસર મહેશ પરબતસિંહ પરમારની આ મામલે ધરપકડ કરાઈ છે.
હાલ મહેશ પરબતસિંહ પરમારની ધરપકડ કરીને ફરાર મનસુખ સાદરીયા શોધખોળ શરૂ કરાઈ અને તપાસ શરુ કરી છે કે હાઇકોર્ટનો ખોટો હુકમ ક્યાં બનાવ્યો હતો અને અન્ય કોણ કોણ આ કરોડો જમીન પણ કાળી નજર છે.