હિમાલચ પ્રદેશમાં દવાની કંપની પર તંત્રનો દરોડો, ૪ની ધરપકડ
બ્રાંડેડ નામની કરોડો રૂપિયાની નકલી દવાઓ જપ્ત, દેશભરમાં એલર્ટ જાહેર
(એજન્સી) નવીદિલ્હી, દેશમાં નકલી દવાઓના કૌભાંડનો ભંડાફોડ થયો છે. ખ્યાતનામ કંપનાીઓની બ્રાંડના નામથી આ નકલી દવાઓ તૈયાર કરાઈ હતી. કેન્દ્રીય ઔષધી એજન્સીએ સમગ્ર દેશમાં દવા લાયસન્સીંગ ઓથોરીટીને આ અંગે એલર્ટ આપી છેે. કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠન (સીડીએસ સીઓ) મુજબ હિમાચલ પ્રદેશના બદ્દી સ્થિત ત્રિજલ ફોમ્ર્યુલેશનમાં આ નકલી દવાઓ બનાવાઈ હતી.
હિમાચલ પ્રદેશના ડ્રગ કંટ્રોલર નવનીત પારવાહે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડીયા વીજી સોમાનીને આ અંગે રીપોર્ટ આપ્યો હતો. ત્યાર પછી વીજી સોમાનીએ એક ડીસેમ્બરે જરૂરી નિર્દેશ આપ્યો હતો. ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્ર્શને રરમી ર૪ નવેમ્બર વચ્ચે એક કાર, બે ગોદામ અને હિમાચલ પ્રદેશના બાંદી સ્થિત ત્રિજલ ફોમ્ર્યુલેશનના બિનસતાવાર મેન્યુફેકચરીંગ યુનિટમાંથી આ નક્લી દવાઓ જપ્ત કરી હતી.
એક અખબારી અહેેવાલ અનુસાર આ નકલી દવાઓનું કુલ મૂલ્ય રૂા.૧ કરોડથી વધુ છે. જપ્ત કરાયેલી દવાઓમાં મોન્ટેયર , અટોવા, રોઝડે, ઝીેરોડોલ, ટીએચ૪ , ડાયટર, ડીલજેમ એસઆર. , યુરિસ્પાસ અને બાયોડી-૩ કેપસ્યુયલનો સમાવેશ થાય છે. સિપ્લા ઝાયડસ-કેડીલા, યુએસવી પ્રા.લી.અને આઈપીસીએ જેવી ખ્યાતનામ કંપનીઓના નામે નકલી દવાઓ બનાવાઈ છે.
આ દવાઓના બેચ નંબરની માહિતી ડીજીસીઆઈને આપી દેવાઈ છે. જ્યારે આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરાઈ છે. તેમાં માસ્ટરમાઈન્ડ મોહિત બંસલ, અતુલ ગુપ્તા, વિજયકુશલ અને નરેશ કુમારનો સમાવેશ થાય છે.
સૌથી વધુ ચિંતાની બાબત એ છે કે આ દવાઓની મોટી ખેપ ઉત્તર પ્રદેશના કેટલાંક જીલ્લામાં ઉતારી દેવાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ જીલ્લામાં આગ્રા અને અલીગઢના નામ સામે આવ્યા છે.અહીં આ દવાઓ એમ એચ. ફાર્મા નામની હોલસેલ કંપનીએ સપ્લાય કરી હતી.
આ કંપનીનો માલિક મોહિત નામનો વ્યક્તિ હોવાનું કહેવાય છે. એ પોતાના અન્ય સહયોગીઓ સાથે ત્રિજલ ફાઉન્ડેશન ચલાવી રહ્યો હતો.
જે પ્રમાણમાં નકલી દવાઓ જપ્ત કરાઈ છે તેનાથી વ્યાપક સંખ્યામાં તે બજારમાં ઉપલબ્ધ હોવાનું માનવામાં આવે છે. આ નકલી દવાઓમાં અસ્થમાંથી બચવા માટે વપરાતી મોન્ટેયર-૧૦, ટેબ્લેટની ર.૮૯ લાખ ટેબ્લેટ દરોડામાં પકડાઈ હતી.
આ સિવાય ૧.૯૦ લાખ ટેમ્બલેટ ઝીરોડોલ ટીએસ૪ની છે. જે સ્નાયુ સંબંધી સારવારમાં વપરાય છે.
૩ર,પ૦ૅ૦ ટેબ્લેટ એટોર્વા-૧૦ અને ૧.૬૩ લાખ ટેબ્લેેટ રોઝડે ૧૦ની છે. આ બંન્ને દવાઓ કોલેસ્ટ્રોલ માટે અપાય છે. સાથે જ ૧૩૦૦ થી વધુ કેપ્સ્યુલ બાયોડી-૩ પ્લસની જપ્ત કરાઈ છે. જે વિટામીન ડી સપ્લીમેન્ટ છે.