અમદાવાદમાંથી NIAનો નકલી ઓફિસર ઝડપાયો
અમદાવાદ, અમદાવાદના સોલા પોલીસે એક નકલી એનઆઈએ અધિકારીને ઝડપીને જેલના હવાલે કર્યો છે. ૩૧ વર્ષીય ગુંજન કાતીયા નામનો શખ્શ અમરેલી જિલ્લાનો વતની છે અને તે લાંબા સમયથી ગાંધીનગરમાં રહે છે.
આ દરમિયાન તે માણસામાં વિઝા કન્સલ્ટીંગનુ કામકાજ કરતો હતો. પરંતુ તેણે પ્રેમિકા સાથે લગ્ન કરતી વેળા પોતે એનઆઈએમાં અંડર કવર અધિકારી હોવાનુ કહ્યુ હતુ. તેણે પ્રેમિકા સાથે વર્ષ ૨૦૧૮માં લગ્ન કર્યા હતા. જાેકે પત્નીએ પોતાના એનઆઈએએ અધિકારીને ઓફીસ જાેવી હતી અને આ માટે તેણે જીદ પકડી હતી.
આથી પત્નિની જીદને વશ ની ઓફીસે પહોંચ્યો હતો. જ્યાં તેણે એનઆઈએમાં ભરતી કેવી રીતે થાય એ અંગેની ચર્ચા કરતો હતો. આથી સ્થાનિક કર્મચારીઓ અને અધિકારીઓને કચેરીમાં ગુંજનની વર્તણૂંક શંકાસ્પદ લાગતા તેની પૂછપરછ કરવામાં આવી હતી. બાદમાં તેને એટીએસને બોલાવીને સોંપવામાં આવ્યો હતો.
એટીએસની ટીમે નકલી અધિકારી બનીને પત્નિને ઓફિસ બતાવવા લઈને આવેલ ગુંજન કાતીયાને ઝડપીને લઈને પૂછપરછ હાથ ધરી હતી.એટીએસ કચેરી લઈ આવીને તેની પૂછપરછ દરમિયાન તેની પાસેથી ચોંકાવનારા ખુલાસા થયા હતા. ગુંજન પાસેથી એનઆઈએનુ બનાવટી કાર્ડ સહિત ત્રણ જેટલા નકલી કાર્ડ મળી આવ્યા હતા.
એટીએસે ત્રણેય કાર્ડ લઈને તપાસ શરુ કરી હતી. જેમાં તે નકલી કાર્ડ બનાવીને ફરતો હોવાનો અને રોફ મારતો હોવાનુ ખૂલ્યુ હતુ. એટીએસ ટીમે આરોપી ગુંજનને સોલા પોલીસ મથકે સોંપ્યો હતો અને જેને લઈ પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.