Western Times News

Gujarati News

સુરતમાં વધુ એકવાર નકલી અધિકારી ઝડપાયો

સુરત, સુરતમાં વધુ એકવાર નકલી અધિકારી ઝડપાયો છે. નેશનલ એન્ટી કરપ્શન એન્ડ એટરોસિટી ઓર્ગેનાઇઝેશન દિલ્લીના નકલી અધિકારીની ઓળખ આપનાર કિશોર સહિત ત્રણ શખ્સો ઝડપાયા છે.

આરોપીઓએ છઝ્રમ્ના અધિકારીની ઓળખ આપી તપાસના સુરતની પીપી સવાણી યુનિવર્સિટીમાં ઘૂસ્યા હતા. યુનિવર્સિટીમાં નકલી ડિગ્રી બનાવતા હોવાનું કહી સંચાલકોને ધમકાવી રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે યુનિવર્સિટીના સંચાલકોને શંકા જતા પોલીસને જાણ કરતા શખ્સોનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે એક કિશોર સહિત ૩ શખ્સોની ધરપકડ કરી છે.

જ્યારે આરોપીઓની કારની આગળ પણ એસીબી લખેલી પ્લેટ મળી આવી છે. રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે, નકલી આઈએએસ, નકલી આઈપીએસ, નકલી સરકારી અધિકારી, નકલી એમએલએનો પીએ બાદ થોડા દિવસ પહેલા જુનાગઢમાંથી હવે નકલી ડીવાયએસપી ઝડપાયો હતો, આ શખ્સની ઓળખ વિનીત બંસીલાલ દવે તરીકે થઈ છે. આ શખ્સ નકલી આઈડી સાથે રોફ જમાવતો અને બેઠકો પણ કરતો હતો.

૨.૧૧ કરોડથી પણ વધુની છેતરપિંડી આચરી છે. આ પહેલા નકલી એમએલએબની રોફ જમાવતા રાજેશ જાદવ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. નકલી અધિકારી, આઈપીએસ બાદ હવે નકલી એમએલએ ઝડપાયો છે. જૂનાગઢમાં નકલી એમએલએ બની ફરતા રાજેશ જાદવ નામના શખ્સની ધકપકડ કરવામાં આવી છે. મૂળ સીમાસી ગામનાં રાજેશ જાદવ પોતે એમએલએ હોવાનો રૌફ જમાવતો હતો.

જોકે સાબલપુર ચોકડી પાસે રૌફ જમાવતા આ નકલી એમએલએને તાલુકા પોલીસે ઝડપી પાડ્યો હતો. નકલી સીએમઓ અધિકારીની ઓળખ આપનાર અને વડોદરા પોલીસના જાપ્તામાંથી ફરાર થનાર આરોપી વિરાજ પટેલની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મિઝોરમથી ધરપકડ કરી છે. ગાંધીનગરના વિરાજ પટેલે મુંબઇની એક મહિલાને સીએમઓના અધિકારી તરીકેની ઓળખ આપી લગ્નની લાલચમાં ફસાવી હતી.

આ સાથે યુવતીને ગુજરાતની ગિફ્ટ સીટીમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની લાલચ આપી મહિલાના એટીએમ કાર્ડ ચોરી લઈ તેમાંથી ૯૦૦૦૦ ઉપાડી લીધા હતા. હોટેલમાં મહિલા સાથે દુષ્કર્મ પણ કર્યું હતું જે મામલે મહિલાએ ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, આ સાથે સીએમઓના અધિકારી તરીકે ઓળખ આપી નકલી પાનકાર્ડ બનાવી તેનો સાચા પાનકાર્ડ તરીકે ઉપયોગ કરાયો હતો.

જે મામલે પણ ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા વિરાજ પટેલની ગાંધીનગરના સરગાસણથી પોલીસે ધરપકડ કરી હતી. જોકે તે બાદ ૧૦ નવેમ્બર ૨૦૨૩ના રોજ આરોપી વિરાજને દુષ્કર્મ મામલે વડોદરાની સેસન્સ કોર્ટ લાવવામાં આવ્યો હતો જ્યાંથી તે પોલીસ જાપ્તાને ચકમો આપી ભાગી ગયો હતો. વિરાજ પટેલે ગિફ્ટ સિટીના પ્રેસિડેન્ટ હોવાની ખોટી ઓળખ આપી હતી અને મહિલા મોડલને ગિફ્ટ સિટીના એમ્બેસેડર બનાવવાની લાલચ આપી હતી. આટલું જ નહી તેને આ મહિલા મોડલ સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું. ઉપરાંત તેને શૂટિંગ માટે દુબઇ લઇ જવાનો પણ ખોટો વાયદો કર્યાં હતો.

વિરાજે આ મહિલા મોડલને ગિફ્ટ સિટીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની પણ લાલચ આપી હતી . આ મહિલા મોડલ અને વિરાજ વચ્ચે ટોકિઝમાં બબાલ થતાં સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. મહિલા મોડલે દુષ્કર્મ સાથે વિરાજ પટેલે સાડા ત્રણ લાખ પણ તેમની પાસેથી પડાવી લીધાનો આરોપ લગાવ્યો છે.

આ મામલે મહિલા મોડલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહાઠગ વિરાજ પટેલે નકલી ઓળખ ઉભી કરવા માટે નકલી દસ્તાવેજ પણ તૈયાર કર્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ મહાઠગ વિરાજ પટેલ ગાંધીનગરના સરગાસણ વિસ્તારના પૃથ્વી હોમ્સમાં રહેતો હોવાની હકીકત સામે આવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.