હોસ્પિટલના બેડ પરથી સોનમની નવજાત બાળક સાથેની ફેક તસવીર વાયરલ

મુંબઈ, સોનમ કપૂર તેના ત્રીજા ટ્રિમેસ્ટરમાં છે અને તેની ડ્યૂ ડેટ આવતા મહિને (ઓગસ્ટ) છે. એક્ટ્રેસ હાલમાં જ મુંબઈ સ્થિત તેના પિયર આવી છે અને તેના માતા-પિતા તેના માટે ખૂબ જલ્દી ગ્રાન્ડ બેબી શાવર યોજશે તેવા રિપોર્ટ્સ છે.
મોમ-ટુ-બી સોનમ કપૂર જ્યાં એક તરફ તેના પ્રેગ્નેન્સીના છેલ્લા કેટલાક અઠવાડિયાને એન્જાેય કરી રહી છે ત્યારે હોસ્પિટલના બેડ પરથી તેની તસવીર ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આપને જણાવી દઈએ કે, હોસ્પિટલમાં નવજાત બાળક સાથે જાેવા મળી રહેલી સોનમ કપૂરની તસવીર ફેક અને મોર્ફ્ડ છે.
તસવીરો પરથી તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, એક્ટ્રેસે તેના બાળકને જન્મ આપી દીધો છે જાે કે, સત્ય એ છે કે હજી સુધી તેની ડિલિવરી થઈ નથી. આ વર્ષના માર્ચ મહિનામાં, સોનમ કપૂરે પ્રેગ્રેન્સીની જાહેરાત કરી હતી. પતિ આનંદ આહુજા સાથેની તસવીરો શેર કરીને એક્ટ્રેસે લખ્યું હતું ”ચાર હાથ. જેના દ્વારા અમે તને શ્રેષ્ઠ ઉછેર આપવાની કોશિશ કરીશું. બે હૃદય.
જે દરેક પગલે તારા ધબકારા સાથે એકરાગ થઈને ધબકશે. એક પરિવાર જે તને અપાર પ્રેમ અને સહકાર આપશે. તારા આગમનની રાહ નથી જાેઈ શકતાં”. ગયા મહિને લંડનમાં એક્ટ્રેસનું બેબી શાવર યોજવામાં આવ્યું હતું. જેમાં બહેન રિયા કપૂર અને ખાસ મિત્રો હાજર રહ્યા હતા.
તેની તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી. રિપોર્ટ પ્રમાણે, સોનમ કપૂરનું બેબી શાવર માસી કવિતા સિંહના બાંદ્રામાં આવેલા ઘરે યોજાવાનું છે.
આ એ જ ઘર છે જ્યાં સોનમ અને આનંદના લગ્ન થયા હતા. તેના બેબી શાવરમાં જ્હાન્વી કપૂર, ખુશી કપૂર, શનાયા કપૂર, અંશુલા કપૂર, અર્જૂન કપૂર અને મોહિત મારવાર સહિતના પરિવારના સભ્યો તેમજ સ્વરા ભાસ્કર, કરીના કપૂર, કરિશ્મા કપૂર, અમૃતા અરોરા, મલાઈકા અરોરા, મોમ-ટુ-બી આલિયા ભટ્ટ, નતાશા દલાલ, જેક્લીન ફનાર્ન્ડિઝ, દીપિકા પાદુકોણ, મસાબા ગુપ્તા અને રાની મુખર્જી સહિતના સેલેબ્સ પણ ગેસ્ટ લિસ્ટમાં સામેલ છે. પ્રેગ્નેન્સીની શરૂઆતમાં જ સોનમ કપૂરે તેની અપકમિંગ ફિલ્મ ‘બ્લાઈન્ડ’નું શૂટિંગ આટોપ્યું હતું.
શોમ મખીજાના ડિરેક્શનમાં બનેલી અને સુજાેય ઘોષે પ્રોડ્યૂસ કરેલી આ થ્રિલર ફિલ્મમાં સોનમ અંધ યુવતીના પાત્રમાં જાેવા મળશે. આ માટે એક્ટ્રેસે કોચ પાસેથી તાલીમ પણ લીધી હતી.SS1MS