૪૦ લાખનો વીમો પકવવા નકલી રિપોર્ટનું કૌભાંડ

રાજકોટ, રાજકોટમાં દેવામાં ડૂબેલા એક ચા વાળાએ ૪૦ લાખનો વીમો પકાવવા નકલી રિપોર્ટ બનાવી કૌભાંડ કર્યું હોવાનું સામે આવ્યું છે. કૌભાંડમાં એક ફિઝિયોથેરાપિસ્ટની સંડોવણી સામે આવતા તેની ધરપકડ કરાઈ છે.
ખાનગી હોસ્પિટલના એક કર્મચારીની ખુલી છે. વીમા પોલિસીની ખરાઈ કરતી એજન્સીના અધિકારીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, મયુર છુંછારે આઈસીઆઈસીઆઈ વીમા કંપનીમાં પોતાની જાતને પેરેલિસિસ હોવાનું જણાવીને મેડિકલ ક્લેમ પાસ કરાવવા માટે ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા.
તપાસ દરમિયાન, એક ડોક્ટરના રિપોર્ટમાં દર્દીને શરીરની જમણી બાજુએ અને બીજા ડોક્ટરના રિપોર્ટમાં ડાબી બાજુએ પેરેલિસિસની અસર હોવાનું સામે આવતા શંકા ગઈ હતી.
એજન્સીના અધિકારીઓએ તપાસ માટે મયુરના ઘરે પહોંચ્યા ત્યારે તેનો મિત્ર અને ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર પણ ત્યાં હાજર હતો. તેણે મયુર ચાલી શકતો નથી, ન્હાઈ શકતો નથી અને તેને પેરેલિસિસની અસર છે તેવું જણાવ્યું હતું.
જો કે, અધિકારીઓએ છુપાઈને ચાર કલાક સુધી વોચ રાખતા મયુર બાઈક લઈને બહાર નીકળ્યો અને પોતાની હોટલ પર ચા બનાવતો જોવા મળ્યો હતો. રંગેહાથ પકડાઈ ગયા બાદ મયુરે દેવું વધી જવાથી વીમો પકડવાનું કાવતરું ઘડ્યાની કબૂલાત કરી હતી.SS1MS