Western Times News

Gujarati News

બાયડ તાલુકાના સાઠંબામાં રોફ જમાવતો નકલી SDM ઝડપાયો

(પ્રતિનિધિ) બાયડ, બાયડ તાલુકાના સાઠંબા ના ઇન્દ્રાણ પંથકમાં પોલીસ પહોંચી હતી જ્યાં તપાસ દરમિયાન આરોપી પ્રકાશભાઈ ધીરજભાઈ નાઈ એ પોતે રાજ્ય સેવક ન હોવા છતાં પોતે એસ.ડી.એમ એટલે કે (સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ) ડેપ્યુટી કલેક્ટર તરીકેની ઓળખાણ આપી હતી અને તેનું ડુપ્લીકેટ આઈકાર્ડ બતાવી જણાવ્યું હતું કે તે નડિયાદ જિલ્લા સેવા સદન ખાતે વર્ષ -૨૦૨૨ થી રેવન્યુ વિભાગમાં ફરજ બજાવે છે

સાઠંબા પોલીસને ત્યારે ખ્યાલ આવ્યો કે પોલીસ એક ગુનાના તપાસ માટે તે વિસ્તારમાં ગઈ હતી ત્યારે આરોપીએ રાજ્ય સેવકના હોદ્દા ઉપરનું નામ ધારણ કરી પોતાની એસ. ડી .એમ તરીકેની ઓળખાણ આપી હતી આ સમગ્ર ઘટનાનો ભાડો એવી રીતે ફૂટ્યો કે બે મહિના અગાઉ ઇન્દ્રાણ ગામે રાયોટીંગના ગુના અંગે પોલીસ તપાસ અર્થે ગઈ હતી

ત્યારે પ્રકાશ નાઇયે પોતાની ઓળખાણ એસ.ડી.એમ તરીકે આપી હતી ત્યારે પોલીસે ખરાઈ માટે દસ્તાવેજ માગ્યા હતા એ વખતે આરોપીએ તેમના આઈકાર્ડ ની નકલ આપી હતી તેની ખરાઈ કરવા માટે તે આઈ કાર્ડની નકલ પોલીસે નડિયાદ મોકલી હતી ત્યારે નડિયાદ જિલ્લા સેવાસદનથી જવાબ મળ્યો હતો કે પ્રકાશ નાઈ નામનો કોઈ વ્યક્તિ નથી પોલીસે ખરાઈ કર્યા બાદ આ શખ્સને પકડવાની તજવીજ હાથ ધરી હતી

ત્યારે ગત મોડી સાજના પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે કાળા કાચ વાળી ગાડી આવતા તેરને ઉભી રાખી નામ પૂછતા આરોપીએ પોતાની ઓળખાણ એસ.ડી.એમ તરીકે આપતા તેનો ભાડો ફૂટી ગયો હતો મળતી માહિતી મુજબ અનેક મૌખિક ફરિયાદો પોલીસ સુધી પહોંચી હતી કે એક શખ્સ પોતાની ઓળખાણ એસ.ડી.એમ તરીકે આપે છે ત્યારથી પોલીસ આ ઈસમની શોધખોળમાં હતી

હાલ તો સાઠંબા પોલીસે આરોપી પ્રકાશભાઈ ધીરજભાઈ નાઈ રહેવાસી ઇન્દ્રાણ તાલુકો બાયડ જીલ્લો અરવલ્લી હાલ રહેવાસી એ ૩૦૨ સદગુરુ લેન્ડમાર્ક નવા નરોડા અમદાવાદ વિરુદ્ધ બી એન એસ કલમ ૧૭૦ ૪૬૫ ૪૬૮ ૪૭૧ મુજબ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.