Western Times News

Gujarati News

“આ લોકો કહે છે કે, મોદી તારી કબર ખોદાશે: તેઓ તૃષ્ટિકરણ માટે આવી ભાષા બોલી રહ્યા છે”

મહારાષ્ટ્રમાં વડાપ્રધાન મોદીએ સભા ગજવીઃ 

‘મને જીવતો દાટવાની વાતો નકલી શિવસેનાવાળા કરે છે ’: મોદી

(એજન્સી)નંદુરબાગ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નંદુરબાગમાં આજે વિશાળ ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસની સાથે સાથે શિવસેના યુબીટી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, નકલી શિવસેનાના લોકો મને જીવતો દાટવા માંગે છે.

વડાપ્રધાને કહ્યું કે, ‘આ લોકો કહે છે કે, મોદી તારી કબર ખોદાશે. તેઓ તૃષ્ટિકરણ માટે આવી ભાષા બોલી રહ્યા છે. તેઓ મોદીને જમીનમાં દાટવાના સપના જોઈ રહ્યા છે. તેમની રાજકીય જમીન ખસી ગઈ છે. તેઓ જાણતા નથી કે, દેશની માતાઓ અને બહેનો મોદીની સુરક્ષા કરશે.’

 BJP MahaVijay Sankalp Sabha of PM Narendra Modi at Nandurbar for BJP LokSabha Candidate Dr. Heenatai Gavit for Nandurbar LokSabha Constituency

તેમણે વધુમાં કહ્યું કે, ‘મહાવિકાસ અઘાડી અનામતનું મહાભક્ષણ કરવા મહાઅભિયાન ચલાવી રહ્યા છે. જ્યારે મોદી જીઝ્ર-જી્‌-ર્ંમ્ઝ્રના અનામતને બચાવવા, મહારક્ષણ કરવા મહાયક્ષ કરાવી રહ્યો છે. હું કોંગ્રેસના શાહી પરિવારની જેમ મોટા પરિવારમાંથી આવ્યો નથી. હું તો ગરીબીમાં મોટો થયો છું. હું જાણું છું કે, તમે અહીં કેટલી તકલીફો વેઠી છે,

તમારા જીવનમાં પણ મુશ્કેલીનો પહાડ હતો, ઘણા આદિવાસીઓ પાસે પાકુ મકાન ન હતું, આઝાદીના ૬૦ વર્ષ વિતવા છતાં ગામડાઓમાં વીજળી પહોંચી નહતી.’ વડાપ્રધાને કહ્યું કે, ‘મોદીએ સંકલ્પ કર્યો હતો કે, તમામ ગરીબો-આદિવાસીઓને ઘર, તમામ આદિવાસીઓના ઘરમાં પાણી, તમામ પરિવારને પાણીની સુવિધા, તમામ ગામડામાં વીજળીની સુવિધા પુરી પડાશે.

અમે પીએમ આવાસ યોજના હેઠળ નંદુરબાગના લગભગ ૧.૨૫ લાખ ગરીબોને પાક્કા મકાનો આપ્યા. અમે છેલ્લા ૧૦ વર્ષમાં ચાર કરોડ પાક્કા મકાનો આપ્યા છે અને અમે ત્રીજી ટર્મમાં વધુ ત્રણ કરોડ ઘર આપીશું.’ વડાપ્રધાન મોદીએ કેન્દ્રની ભાજપના નેતૃત્વ હેઠળની મોદી સરકારની યોજનાઓનો ફાયદાઓ ગણાવતા

કહ્યું કે, દ્ગડ્ઢછ સરકારે ‘હર ઘર જળ’ યોજના હેઠળ મહારાષ્ટ્રના ૨૦,૦૦૦થી વધુ ગામડાઓમાં નળથી જળ પહોંચાડ્યું છે. આમાં નંદુરબારના ૧૧૧ ગામડાઓ પણ સામેલ છે. હજુ તો આ ટ્રેલર છે, હજુ તો મોદીએ ઘણું બધુ કરવાનું છે અને તમારા માટે કરવાનું છે.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં ધર્મ આધારિત અનામતનો મામલો આગળ ધર્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું કે કોંગ્રેસમાં ધર્મ આધારિત અનામત શા માટે?

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ તમારી સંપત્તિ હડપવાના ષડયંત્રમાં છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, જ્યાં સુધી તેઓ જીવિત છે, ત્યાં સુધી અનામતનો અધિકાર કોઈ છીનવી શકે નહીં. એક તરફ, કોંગ્રેસ કહે છે કે મોદી તમારી કબર ખોદશે. એક તરફ નકલી શિવસેના મને દફનાવવાની વાત કરે છે. મેં બાળાસાહેબ ઠાકરેને ખૂબ નજીકથી જોયા છે. આ લોકો જીવતા હોવા છતાં પણ મોદીને જમીનમાં દફનાવી શકશે નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.