સુરતમાં નકલી ટેલિફોન એક્સચેન્જ ઝડપાયુ
સુરત, દેશની સલામતી અને જોખમમાં મુકનારાઓ સામે ગુજરાત એટીએસ દ્વારા મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં નકલી ટેલિપોન એક્સચેન્જ પર ગુજરાત એટીએસ અને ક્રાઈમ બ્રાંચ દ્વારા દરોડા પાડ્યા હતા.
દેશની સલામતીને જોખમમં મુકનારા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એટીએસ એ સીમ બોક્સની મદદથી ઈન્ટરનેસનલ કોલે લોકલ જીએસએમ કોલમાં બદલતા હતા. ત્યારે પકડાયેલા બે આરોપીઓ સૌરભ સરકાર અને પ્રેમ ઉર્ફે બોની બિપિનચંદ્ર ટોપીવાલાની ધરપકડ કરી તેઓની પાસેથી સીમ બોક્સ તથા ૩૧ સીમ કાર્ડ સહિતની સામગ્રી જપ્ત કરી તેઓની વધુ પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે બંને આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી
સુરતમાંથી નકલી ટેલિફોએ એક્સચેન્જ ઝડપાતા હવે દેશની સુરક્ષા સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. ત્યારે સુરતમાંથી નકલી ટેલિફોન એક્સચેન્જ ઝડપાતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ દ્વારા સીમ બોક્સની મદદથી ઈન્ટરનેશનલ કોલને લોકલ જીએસએમ કોલમાં બદલતા હતા. ત્યારે પોલીસે હાલ બંને આરોપીઓની ધરપકડ કરી તેઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.
થોડા સમય અગાઉ જ ગુજરાતનાં બોડેલીમાં વહીવટી તંત્રની જાણ બહાર નકલી સિંચાઈ વિભાગની ઓફીસ બનાવી સિંચાઈનો પ્રોજેક્ટ મેળવી રૂ. ૪.૧૪ કરોડની ઉચાપત કર્યાનું પ્રકાશમાં આવતા હડકંપ મચી જવા પામ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ કરી ધરપકડ કરી હતી. ત્યારે આ પહેલા પણ વડોદરામાંથી નકલી પીએમઓ ઓફીસર તરીકે ઓળખાણ આપી લોકો સાથે છેંતરપીંડી આચરનારની ધરપકડ કર્યા બાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આજે એટીએસ એ સુરતમાંથી નકલી ટેલિફોન એક્સચેન્જ ઝડપાતા હવે દેશની સુરક્ષા પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે.