Bigg Boss OTT-2 માંથી આઉટ થતાં જ ફલકને મળ્યો અવિનાશ સચદેવ
મુંબઈ, બિગ બોસ ઓટીટી ૨ના ગ્રાન્ડ ફિનાલેના અઠવાડિયા પહેલા જ જેદ હદીદ અને અવિનાશ સચદેવ આઉટ થયા છે. બહાર આવતાં જ તેમણે ઈન્ટરવ્યૂ આપવાના શરૂ કરી દીધા છે. અવિનાશ સચદેવે ઈન્ટરવ્યૂમાં ફલક નાઝ વિશે વાત કરી હતી.
અવિનાશે ખુલાસો કર્યો છે કે, તેણે ‘બિગ બોસ ઓટીટી ૨’ના ઘરમાંથી બહાર આવતાં જ ફલક સાથે મુલાકાત કરી હતી. ફલકે અવિનાશ અને જૈદ બંનેને પોતાના ઘરે ડિનર માટે બોલાવ્યા હતા. અવિનાશ સચદેવ અને ફલક નાઝની મુલાકાત ‘બિગ બોસ ઓટીટી ૨’ના ઘમાં થઈ હતી. અહીં જ બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને સંબંધ ગાઢ બન્યો હતો.
અવિનાશે તો ફલકને પોતાના દિલની વાત પણ કહી હતી. જાેકે, એક્ટ્રેસ વિચારવા માટે સમય માગ્યો હતો. અવિનાશ આઉટ થયો એના થોડા દિવસ પહેલા જ ફલક શોમાંથી બહાર થઈ હતી. હવે અવિનાશ પણ ‘બિગ બોસ ઓટીટી ૨’માંથી આઉટ થયો છે ત્યારે તે ફલકને મળવા તેના ઘરે પહોંચ્યો હતો.
ફલક સાથેની મુલાકાત અંગે અવિનાશે કહ્યું, હા, મારી મુલાકાત ગઈકાલે ફલક સાથે થઈ હતી. મને અને જેદ બંનેને ફલકે પોતાના ઘરે ડિનર માટે બોલાવ્યા હતા. અમે ફલક અને તેના પરિવાર સાથે ડિનર લીધું હતું. અગાઉ એક ઈન્ટરવ્યૂમાં ફલકે પણ અવિનાશ માટેની પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે, અવિનાશ સાથે મારું બોન્ડ ખાસ અને મજબૂત રહ્યું છે.
મારી આખી જર્ની દરમિયાન એક ક્ષણ માટે પણ તેણે મને એકલી નથી પડવા દીધી. તે હંમેશા મારી પડખે રહ્યો છે. મારા પરિવારને અમારી મિત્રતા સામે કોઈ વાંધો નથી અને શા માટે હોય? મારા જીવનમાં કોઈ એવી વ્યક્તિ હોય કે જે મને સમજે છે તો મારા પરિવારને વાંધો કેમ હોય? મારો પરિવાર ખૂબ સારો છે. અવિનાશ ‘બિગ બોસ ઓટીટી ૨’ના ઘરમાંથી બહાર આવશે પછી હું ચોક્કસ તેની સાથે મુલાકાત કરીશ.SS1MS