અમદાવાદ રેલવે મંડળે સ્વતંત્રતા સેનાનીઓ સાથે મુલાકાત અને તેમનું સન્માન કર્યું
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 18 જુલાઈથી 23 જુલાઈ 2022 સુધી ‘આઈકોનિક સપ્તાહ ‘ “આઝાદી ની ટ્રેન અને સ્ટેશન મનાવવામાં આવી રહ્યું છે. તારીખ 20.07.2022ના રોજ અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી તરુણ જૈને બે સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઈશ્વરલાલ દવે અને શ્રી નંદલાલ શાહજી સાથે મુલાકાત કરી અને શાલ અને શ્રીફળ આપીને તેમનું સન્માન કર્યું હતું.
શ્રી ઈશ્વરલાલ દવે જી ઉંમર 99 વર્ષીયએ 18 વર્ષની ઉંમરે ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો, જેના કારણે તેમને 8 મહિનાની જેલની સજા થઈ હતી.શ્રી દવે જી 8 મહિના સુધી સાબરમતી ની સેન્ટ્રલ જેલમાં રહ્યા.
શ્રી નંદલાલ શાહ જી, ઉમર 96 વર્ષ, 1935 ના સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો તેમણે એંગ્લો ઈન્ડિયન સર્કસ પર બોમ્બ ફેંક્યો હતો અને ટ્રેનમાં બોમ્બ ફેંકતી વખતે તેમને પકડી પાડવામાં આવ્યા. અને તેને 18 મહિનાની કારાવાસની સજા થઈ હતી.
ભારતની આઝાદીની સિલ્વર જ્યુબિલી પર, બંનેને ભારત સરકાર દ્વારા તાંબાના પત્રોથી સન્માનિત કરવામાં આવ્યા.આઝાદી ની ગાડી અનેસ્ટેશન પહેલના ભાગરૂપે, મંડળ રેલ પ્રબંધક શ્રી તરુણ જૈને માનનીય સ્વતંત્રતા સેનાનીઓના ઘરની મુલાકાત લીધી હતી અને તેમની તથા તેમના પરિવારના સભ્યો સાથે વાતચીત કરી.