ફેમિલી મેનઃ વરસાદમાં છત્રી પકડી ઊભા રહ્યા
મુંબઈ, અમિતાભ બચ્ચન ફેમિલી મેન તરીકે ઓળખાય છે. પોતાની આ ઈમેજને વધારે પ્રબળ બનાવતો ફોટોગ્રાફ બિગ બીએ સોશિયલ મીડિયા પર શેર કર્યાે છે. જયા બચ્ચન માટે તેઓ વરસતા વરસાદમાં છત્રી લઈનેઊભા રહેલા દેખાય છે. આ ફોટોગ્રાફ રીયલ લાઈફનો હોય તેવું લાગતું નથી. તેના પરથી એવી અટકળો લગાવાઈ રહી છે બિગ બી અને જયા બચ્ચન એક સાથે કોઈ ફિલ્મમાં કામ કરી રહ્યાં છે.
બિગ બીએ શેર કરેલી તસવીરમાં તેઓ જયા બચ્ચન માટે છત્રી ખોલીને ઉભા છે અને તેઓ સેટ પરથી શૂટ પૂરું કરીને નીકળ્યાં છે. આ ઉપરાંત તેમણે મુંબઈના વરસાદમાં પરેશાનીનો સામનો કરી રહેલાં લોકો માટે ચિંતા વ્યક્ત કરીને તેમના માટે શુભેચ્છાઓ પણ વ્યક્ત કરી છે.
બિગ બીએ તેમની અને જયાની એક રોમેન્ટિક તસવીર શેર કરી હતી. જેમાં તેમણે લખ્યું, “્ ૫૦૭૪ – આખો દિવસ વરસાદ વરસ્યો છે..કામના સેટ પર પણ..કલાકારો પાણીમાંથી પસાર થાય છે, ત્યારે તેમના પર છત્રીઓ સજેલી દેખાય છે..મોટાભાગનાને તેમાં કામ કરવાની મજા આવે છે..”
આ ઉપરાંત તેમણે એક બ્લોગ પણ લખ્યો હતો. બ્લોગમાં બિગ બીએ લખ્યું, “વરસાદ આકરા તાપના ઉનાળાના મહિનાઓથી છૂટકારો અપાવે છે, પણ તે તારાજી પણ સર્જે છે.” તેમણે આગળ લખ્યું, “ગરમ ઉનાળા પછી ચોમાસુ આશીર્વાદરૂપ છે, પરંતુ જેની રાહ જોવાય છે એવા ખેતીના ફાયદા સિવાય તે તારાજી અને પૂર પણ લાવે છે.
સુંદર દૃશ્યોને ખરાબ કરી નાંખે છે અને જે તેનો ભોગ બને છે તેના માટે પીડાદાયક પણ હોય છે.દર વર્ષે આ પરિસ્થિતિનું પુનરાવર્તન થાય છે..દુઃખદ..વિવષ..જે નુકસાન થયા છે, તેનું શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે..પરંતુ આપણે પાર્થના કરીએ કે બધું સારું થઈ જાય અને બધાનું સ્વાસ્થ્ય સારું રહે.SS1MS