હોસ્પિટલમાં યુવતીનું ઓપરેશન બાદ મોત થતા પરિવારજનોનો હોબાળો
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલ ખાતે એપેન્ટ્રીસના ઓપરેશન માટે દાખલ થયેલી યુવતીનું ઓપરેશન બાદ મોત થતા મૃતકના પરિવારજનો હોસ્પિટલના સત્તાધીશો સામે ગંભીર આક્ષેપ સાથે હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો
અને ઈન્જેક્શનનો ઓવરડોઝ આપી દેવાના કારણે દર્દીનું મોત થયું હોવાના આક્ષેપ સાથે પોલીસ મથકે પહોંચી દર્દીનું પેનલ પીએમ કરાવવાની કવાયત કરી છે.
ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ભીડભંજન વિસ્તારમાં રહેતા દેવજીભાઈ રાઠોડની ૧૯ વર્ષીય દીકરી ખુશીને પેટમાં દુખાવો થતો હોય અને તેણીને ઓપરેશનની જરૂર હોવાના કારણે પરિવારજનોએ તેને સેવાશ્રમ હોસ્પિટલમાં દાખલ કરી હતી અને તેની સારવાર દરમ્યાન ઓપરેશન કરાયું હતું.
પરંતુ ઓપરેશન બાદ દર્દીની હાલત સુધારા ઉપર હતી પરંતુ નર્સ કે હોસ્પિટલના સત્તાધીશોએ આરટીસીલ નામનું (ઓવરડોઝ) વાળું ઈન્જેક્શન મૂકવામાં આવવાના કારણે તેણીની હાલત લથડી હોય અને તેને ઓક્સિજન અને વેન્ટિલેટર ઉપર લેવાની જરૂર પડી હતી.
દર્દીની હાલત સુધારા પર હોય તે દરમ્યાન તેણીએ પોતાના પિતાને કહ્યું પપ્પા ખાધું અને ત્યાર બાદ તેણીની હાલત થઈ હતી અને ખુશીની તબિયત લથડતા તેણે જીવ ગુમાવ્યો હોવાની જાણ તબીબોએ પરિવારજનોને કરી હતી.પરંતુ હોસ્પિટલના સત્તાધીશોની લાપરવાહી હોવાનું મામલો દબાવવાના પ્રયાસો કર્યા હતા.
૧૯ વર્ષીય દીકરીનું મોત થતા પરિવારજનો રોસે ભરાયા હતા અને હોસ્પિટલના સત્તાધીશોની વાપરવાહીના કારણે મોત થયું હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો હોસ્પિટલ સત્તાધીશોની લાપરવાહીના કારણે દર્દીનું મોત થતા હોય એ ડિવિઝન પોલીસમાં દોડી જઈ મૃતક દર્દીનું પેનલ પીએમ કરાવી
તેના મોતનું સાચું કારણ જાણવાના પ્રયાસો પણ પરિવારજનોએ કર્યા હતા.જાેકે હોસ્પિટલ સત્તાધીશોની લાપરવાહીના કારણે દર્દીનું મોત થયું હોય તો હોસ્પિટલ સત્તાધીશો સામે હત્યાનો ગુનો દાખલ કરવાની પણ માંગ કરી છે.