જાણો દેશની ૧૦ પ્રખ્યાત કોલેજો જ્યાં બોલિવૂડ ફિલ્મોનું શૂટિંગ થયું છે
મુંબઈ, મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજનું કેમ્પસ બોલિવૂડની ઘણી ફિલ્મો અને એડમાં જાેવા મળે છે. ‘જાને તુ યા જાને ના’ થી લઈને ‘કુછ કુછ હોતા હૈ’ સુધીની ફિલ્મો અહી શૂટ કરવામાં આવી છે. Famous colleges where Bollywood movies have been shot
IIM બેંગ્લોરમાં પણ ઘણી ફિલ્મોનું શૂટિંગ થઈ ચુક્યું છે. જેમાં આમિર ખાન, આર. માધવન અને શરમન જાેશીની સુપરહિટ ફિલ્મ ૩ ઈડિયટ્સનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ૨ સ્ટેટ્સનું શૂટિંગ પણ IIM અમદાવાદના કેમ્પસમાં થયું હતુ.
રણબીર કપૂર અને નરગીસ ફખરીની સુપરહિટ ફિલ્મ રોકસ્ટાર ફિલ્મનું શૂટિંગ દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કોલેજમાં થયું છે. જાેકે, તેના કેટલાક દ્રશ્યો સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં પણ શૂટ કરવામાં આવ્યા હતા. દેહરાદૂન સ્થિત ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ પણ ઘણી ફિલ્મોમાં જાેવા મળી છે. તેમાં કરણ જાેહરની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર પણ સામેલ છે. આ સિવાય ‘ક્રિષ્ના કોટેજ’, ‘રહેના હૈ તેરે દિલ મેં’ અને ‘પાન સિંહ તોમર’નું શૂટિંગ પણ અહીં થયું છે.
બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની ફિલ્મ બોડીગાર્ડનું શૂટિંગ પૂણેની સિમ્બાયોસિસ યુનિવર્સિટીના કેમ્પસમાં થયું છે. સલમાન ખાન અને કરીના કપૂરે ૪૦ દિવસમાં આ ફિલ્મનું શૂટિંગ પુરુ કર્યું હતું. ફિલ્મોમાં દેખાઈ ચૂકેલી કોલેજાેની વાત કરીએ તો મુંબઈની પ્રખ્યાત ગ્રાન્ટ મેડિકલ કોલેજને કેવી રીતે ભૂલી શકાય. રાજુ હિરાનીની ફિલ્મ મુન્નાભાઈ MBBSનું શૂટિંગ આ મેડિકલ કોલેજમાં થયું હતું.SS1MS