ફેમસ ગુજરાતી અભિનેત્રી હેપી ભાવસારનું નિધન

અભિનેત્રી હેપી ભાવસાર કેન્સરથી પીડિત હતા
હેપી ભાવસારને ફેફસાંનું કેન્સર ડિટેક્ટ થોડા સમય પહેલાં જ થયું હતું: તેને અઢી મહિનાની ટિ્વન્સ દીકરીઓ છે
અમદાવાદ, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગે તેવા સમાચાર આવ્યા છે. ‘પ્રેમજી અને મહોતુ’ની અભિનેત્રી હેપી ભાવસારનું નાની ઉંમરે નિધન થયુ છે.ફેફસાના કેન્સરની બીમારીના કારણે હેપ્પી ભાવસારનું ૪૫ વર્ષની વયે અકાળે અવસાન થયું છે. તેમના નિધનથી ગુજરાતી ફિલ્મ જગતમાં શોકની લાગણી ફરી વળી છે.
પોતાનાં નામની જેમ જ હમેશાં જીવનારા હેપી ભાવસારને ફેફસાંનું કેન્સર ડિટેક્ટ થોડા સમય પહેલાં જ થયું હતું. તેને અઢી મહિનાની ટિ્વન્સ દીકરીઓ છે. હેપી ભાવસારને એક મહિનાપહેલાં જ તેનાં લંગ કેન્સર અંગે જાણ થઇ હતી. પહેલાં સ્ટેજનું કેન્સર હોવાને કારણે પરિવારને આશા હતી કે તે જલ્દી જ સાજી થઇ જશે. પણ વિધાતાને કંઇક બીજુ જ મંજૂર હોય તેમ થયું. હેપીને આ સાથે એક રેર ઓફ ધ રેર બીમારી જાેવા મળી.
આ બીમારીમાં જેને કેન્સર હોય તેનાં તે અંગનો ભાગ ધીરે ધીરે પ્લાસ્ટિક બનવા લાગે. એટલે કે જાે કોઇને ફેસનું કેન્સર હોય તો તેને આ બીમારીમાં ચહેરાનો ભાગ પ્લાસ્ટિક બનવા લાગે એટલે તે હસી ન શકે. બોલી ન શકે. તેમ હેપીને લંગ કેન્સર હોવાને કારણે તેનાં ફેફસાં પ્લાસ્ટિક જેવા થવા લાગ્યાં.
એટલે તે કામ કરવાનું બંધ કરવાં લાગ્યા અને તે ઓક્સિજન નહોતા બનાવી શકતાં જેને કારણે શરીરમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી ગયું અને તે આ કેન્સર સામેની જંગ હારી ગયાં.હેપી ભાવસારનાં નિકટનાં મિત્રોનાં જણાવ્યાં અનુસાર તેમની ગત રોજ સવારથી તબિયત બગડી હતી અને તેમને હોસ્પિટલાઇઝ કરવાંમાં આવ્યાં હતાં. જ્યાં સવારથી જ તેઓ વેન્ટીલેટર પર હતાં અને ડૉક્ટર્સે કહ્યું હતું કે, ૨૪ કલાકમાં જાે કોઇ મિરેકલ થઇ જાય તો થઇ જાય. જે બાદ ૨૪ કલાકની અંદર જ હેપીએ દમ તોડી દીધો હતો.
હેપી ભાવસાર ગુજરાતી અભિનેતા મૌલિકના પત્ની હતા. હેપી ભાવસારે અઢી મહિના પહેલાં જ જાેડિયા બાળકોને જન્મ આપ્યો હતો. તેમણે ‘૨૧મું ટિફિન’ અને પ્રેમજી અને મહોતુ જેવી ઉત્તમ ફિલ્મોમાં કામ કર્યુ હતું. સાથે જ શ્યામલી સિરીયલમાં લજ્જાનું પાત્ર ભજવી જાણીતા બન્યા હતા. ‘પ્રીત પીયુને પાનેતર’ના ૫૦૦થી વધુ શો કર્યા હતા. સાથે જ મોન્ટુની બીટ્ટુ અને મૃતતૃષ્ણા જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું.ss1