પ્રખ્યાત ગુજરાતી સિંગર કૈરવી બુચે કરી લીધા લગ્ન
મુંબઈ, પોપ્યુલર ગુજરાતી સિંગર કૈરવી બુચ અને ડો. જયદિપ ચૌહાણ લગ્નનાં તાંતણે બંધાયા છે. કૈરવીના મધુર સૂરો અને જયદીપની સેવાભાવી પ્રકૃતિનું આ મિલન હવે એક તાંતણે બંધાયું છે. કૈરવી અમદાવાદમાં રહે છે અને તે સિંગરની સાથે સાથે ડેન્ટિસ્ટ પણ છે.લોકપ્રિય સિંગર કૈરવી બુચ અમદાવાદના એમડી પલ્મોનોલોજિસ્ટ અને લંગ સ્પેશિયલિસ્ટ ડો. જયદિપ ચૌહાણ સાથે લગ્નના બંધનમાં બંધાઇ છે.
બંનેની તસવીરો સોશિયલ મિડિયા પર સામે આવી છે. રાજકોટ જયદિપનું હોમટાઉન એટલે કે વતન છે. જયદીપનું મૂળ વતન રાજકોટ છે પરંતુ તે હાલમાં અમદાવાદમાં છે.ગુજરાતી સિંગર કૈરવી બૂચે અમદાવાદના એમડી પલ્મોનોલોજિસ્ટ અને લંગ સ્પેશિયાલિસ્ટ ડો. જયદીપ ચૌહાણ સાથે ૧૪ ડિસેમ્બરના પ્રભુતામાં પગલાં માંડ્યા છે.
મળતી માહિતી મુજબ કૈરવી અને જયદીપના લગ્ન રાજકોટની હેરિટેજ હોટલમાં થયા. લગ્ન બાદ કૈરવીએ સોશિયલ મિડિયા પર તસવીરો ચાહકો સાથે શેર કરી છે. આ તસવીરોમાંથી એક તસવીરમાં કૈરવી અને જયદીપ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે.
કૈરવીએ લગ્નમાં રેડ લહેંગો પહેર્યાે હતો અને જયદીપ શેરવાનીમાં જોવા મળી રહ્યો છે. એક તસવીરમાં જયદીપ કૈરવીને મંગળસૂત્ર પહેરાવતા જોવા મળે છે.કૈરવીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે, અમારી સગાઇ લગભગ છ મહિના પહેલા થઇ હતી. પરંતુ તેને અમે પ્રાઇવેટ રાખવાનું નક્કી કર્યુ હતું.
કૈરવી અને જયદીપના લગ્નની પહેલા પરંપરાગત રસમો પણ કરવામાં આવી હતી.જયદીપ અને કૈરવી કેવી રીતે મળ્યા તે વિશે વાત કરતાં એક મિડિયા ઇન્ટરવ્યુમાં કૈરવીએ જણાવ્યુ હતુ કે “જયદીપ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કામ કરતો હતો, તે પહેલા ત્યાં જુનિયર ડોક્ટર્સ એસોસિએશનનો પ્રમુખ હતો. મારે ત્યાં એક શો હતો અને તે તેનું આયોજન કરી રહ્યો હતો. આ રીતે અમે પહેલી વાર મળ્યા અને પછી અમે બહાર મળવા લાગ્યા.SS1MS