ચાહકોની આતુરતાનો અંત હેરા ફેરી ૩નું શુટિંગ શરુ

મુંબઈ, અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘કેસરી ૨’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ગુરુવારે ટ્રેલર લોન્ચ સમયે તેમણે ‘કેસરી ૩’ ની જાહેરાત કરી. હવે તેમની ફિલ્મ ‘હેરા ફેરી ૩’ સંબંધિત એક અપડેટ આવી છે.લોકો અક્ષય કુમારની કલ્ટ કોમેડી ફિલ્મ ‘હેરા ફેરી’ની સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ‘હેરા ફેરી’ વર્ષ ૨૦૦૦ માં રિલીઝ થઈ હતી.
જ્યારે ‘ફિર હેરા ફેરી’ વર્ષ ૨૦૦૬ માં રિલીઝ થઈ હતી. આનો અર્થ એ થયો કે ‘હેરા ફેરી’ ળેન્ચાઇઝના ચાહકો છેલ્લા ૧૯ વર્ષથી તેની સિક્વલની રાહ જોઈ રહ્યા છે. તમને એ જાણીને આનંદ થશે કે તમારી રાહનો અંત આવવાનો છે. ‘હેરા ફેરી ૩’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે.
સૂત્રએ જણાવ્યું હતું કેપ પ્રિયદર્શન આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા પ્રિયદર્શને કહ્યું હતું કે તે આવતા વર્ષે ‘હેરા ફેરી ૩’ ની સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કરી શકે છે. હવે અપડેટ આવી રહી છે કે ‘હેરા ફેરી ૩’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે.
અહેવાલ મુજબ, અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલે બુધવારે ફિલ્મ માટે એક દ્રશ્ય શૂટ કર્યું હતું. પ્રોડક્શનના એક સૂત્રએ આ સમાચારની પુષ્ટિ કરતા કહ્યું, “હા, તે સાચું છે. અક્ષય, સુનીલ અને પરેશે બુધવારે ફિલ્મનો પહેલો સીન શૂટ કર્યાે હતો.
અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી ૨’ ૧૮ એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેમની આગામી ફિલ્મ ‘હાઉસફુલ ૫’ છે. આ ફિલ્મ ૬ જૂને રિલીઝ થશે. આ પછી ‘જોલી એલએલબી ૩’ રિલીઝ થશે. આ ફિલ્મ ૧૯ સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સિવાય અક્ષય પાસે ‘કેસરી ૩’, ‘ભૂત બંગલા’, ‘વેલકમ ટુ ધ જંગલ’ અને ‘ભાગમ ભાગ ૨’ છે.SS1MS