વરુણ ધવને શેર કરેલી આ તસવીરથી ફેન્સ ચિંતામાં

મુંબઈ, વરુણ ધવન એની શાનદાર એક્ટિંગ અને ભૂમિકા માટે જાણીતો છે. આ દિવસોમાં એક્ટર વરુણ ધવન એની અપકમિંગ ફિલ્મ ‘વીડી ૧૮’ના શૂટિંગમાં વ્યસ્ત છે. જો કે આ વચ્ચે ફેન્સ માટે એક ખરાબ સમચાર છે. માહિતી મળી રહી છે કે વરુણ ધવન ફરી એક વાર ફિલ્મના શૂટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયો છે.
અભિનેતાને ફરી ઇજા થઇ છે જેની તસવીર એક્ટેરે સોશિયલ મિડીયામાં શેર કરી છે. જો કે આ વાતથી અનેક લોકો દુખી થઇ ગયા છે. વરુણ જલદી સાજો થઇ જાય એ માટે ફેન્સ પ્રાર્થના કરી રહ્યા છે. વરુણ ધવને સોશિયલ મિડીયા એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં વરુણ બેઠો છે અને એક પગ ખુરશી ઉપર રાખ્યો છે.
આ ફોટો શેર કરતા વરુણ ધવને લખ્યુ છે કે ‘વીડી ૧૮’ ના શૂટિંગ દરમિયાન એક વાર ફરી આ થઇ ગયુ છે. જો કે એક્ટરની આ તસવીર સામે આવ્યા પછી એક અભિનેતાના ફેન્સ ખૂબ પરેશાન થઇ ગયા છે. તમને જણાવી દઇએ કે આ પહેલાં પણ ઘણી વાર વરુણ ધવન આ ફિલ્મના સેટ પર ઇજાગ્રસ્ત થયા છે. આ પહેલાં ૧૭ ડિસેમ્બરના રોજ વરુણ ધવને ઇન્સ્ટાગ્રામ સ્ટોપી પર એના પગમાં સોજો આવ્યો હતો એ તસવીર શેર કરી હતી જેમાં પગ લાલ જોવા મળ્યા હતા.
આ તસવીરને શેર કરતા વરુણ ધવને આ વાતનો ખુલાસો કર્યો હતો કે લોખંડના સળિયા સાથે પગ ટકરાઇ ગયા પછી સોજો આવી ગયો છે. જયારે ઓગસ્ટમાં વરુણને ‘વીડી ૧૮’નું શૂટિંગ શરૂ કર્યાના એક દિવસ પછી ઇજા થઇ હતી. આ તસવીર પણ વરુણ ધવને ઇન્સ્ટામાં પોસ્ટ કરી હતી.
આ તસવીરના કેપ્શનમાં લખ્યુ હતુ કે કોઇ દુખાવો નહીં..કોઇ ફાયદો નહીં.. ‘વીડી ૧૮’. ઉલ્લેખનીય છે કે વરુણ ધવન આ વખતે તમિલ ફિલ્મમેકર ક્લીસ દ્રારા નિર્દેશિત ફિલ્મ ‘વીડી ૧૮’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં વરુણની સાથે સુરેશ અને વામિકા ગબ્બી પણ જોવા મળશે. આ ફિલ્મ આગામી વર્ષ ૨૦૨૪માં રિલીઝ થશે.SS1MS