ઈદ પર સલમાનના ઘરની બહાર એકઠા નહીં થઈ શકે ફેન્સ
મુંબઈ, બોલિવૂડ એક્ટર સલમાન ખાનની ટીમને ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો છે. આ ઈ-મેઈલ ૧૮ માર્ચ, ૨૦૨૩ના રોજ બપોરે લગભગ ૧.૪૬ વાગ્યે આવ્યો હતો. જે સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટના મેઈલ પર મોકલવામાં આવ્યો હતો.
આ મેઈલ પર ગોલ્ડી બ્રારનો ઉલ્લેખ છે. અભિનેતાને ધમકી આપી હતી કે ગોલ્ડી બ્રાર સાથે વાત કરી લે, નહીં તો આગામી સમયમાં જાેવા જેવું થશે. હવે મુંબઈ પોલીસે આ મામલે FIR નોંધી છે.
પોલીસે સલમાન ખાનના મેનેજરની ફરિયાદ આધારે ગોલ્ડી બ્રાર અને લોરેન્સ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ત્યારે હવે એક રિપોર્ટ મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે, સુરક્ષાને ધ્યાનમાં રાખતા મુંબઈ પોલીસે સલમાન ખાનના ઘરની બહાર દરરોજ હજારો લોકોને એકઠા નહીં થવા દેવાનો ર્નિણય કર્યો છે.
આ માટે સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓ અને ૮-૧૦ પોલીસ કોન્સ્ટેબલને ૨૪ કલાક હાજર રાખવામાં આવ્યા છે.
આવી સ્થિતિમાં હવે એવું શક્ય છે કે દર વર્ષની જેમ ઈદના તહેવાર પર સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ્સની બહાર કોઈ ઉજવણી ના થાય. પરિવારના એક નજીકના મિત્રએ કહ્યું કે, ‘આ ધમકી બાદ સલમાન ખાનના પિતા સલીમ ખાન પરેશાન છે અને તેમની રાતોની ઊંઘ ઉડી ગઈ છે.
સલમાનને લાગે છે કે તેણે ધમકીઓ પર ધ્યાન ન આપવું જાેઈએ, કારણ કે ધમકી આપનાર વ્યક્તિ ફક્ત આ જ કારણસર લાઈમલાઈટમાં રહે તેવું ઈચ્છે છે. આ ફેમિલી ફ્રેન્ડે કહ્યું, ‘સલમાન નસીબમાં ઘણો વિશ્વાસ કરે છે અને કહે છે કે જે થવાનું છે તે થશે.
જાેકે, પરિવારના દબાણને કારણે સલમાને ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું છે. તે ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના પોસ્ટ-પ્રોડક્શન વર્ક સિવાય કોઈપણ પ્રકારનું આઉટિંગ કરી રહ્યો નથી.SS1MS