સુમ્બુલને અપમાનિત કરનારા સલમાન પર ભડક્યા ફેન્સ
મુંબઈ, ઈમલી સીરિયલથી પોપ્યુલર થયેલી અને હાલ વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ ૧૬ના ઘરમાં કેદ સુમ્બુલ તૌકીરના લાખો ફેન્સ છે, જેઓ સોશિયલ મીડિયા પર તેને સપોર્ટ કરતાં રહે છે. હાલમાં જ સલમાન ખાને શાલિન ભનોત સાથેના તેના સંબંધો પર નિશાન સાધ્યું હતું અને તેને પ્રેમ કરવા લાગી હોવાનું કહ્યું હતું.
આટલું સાંભળી તે રડવા લાગી હતી અને વારંવાર ઘરે જવાની વિનંતી કરી હતી. તેની આવી હાલત જાેઈને ફેન્સ ભડક્યા હતા અને ‘દબંગખાન’ પર રોષ વ્યક્ત કર્યો હતો. ફેન્સનું કહેવું હતું કે, સલમાને જાણી જાેઈને સુમ્બુલને અપમાનિત કરી હતી.
આખો મુદ્દો શાલિન ભનોત અને એમસી સ્ટાનના ઝઘડાથી શરૂ થયો હતો. આ ઝઘડામાં સુમ્બુલ, શાલિનને બચાવવાના ચક્કરમાં ખરાબ રીતે ફસાઈ હતી અને પોતાનો પિત્તો ગુમાવ્યો હતો. શાલિન પર હક જમાવતા તે બૂમો પાડવા લાગી હતી. તેણે ટીના દત્તાને પણ શાલિનની નજીક જવા દીધી નહોતી.
તેનું આવું વર્તન જાેઈને સલમાન પણ ચોંકી ગયો હતો. તે પહેલા દિવસથી સુમ્બુલને જે વાત માટે સમજાવી રહ્યો હતો, તે જ થયું. આ વીકએન્ડ કા વારમાં સલમાને સુમ્બુલ અને શાલિનના સંબંધો વિશે તમામ ઘરવાળા સામે વાત કરી હતી. શાલિન અને સુમ્બુલ વચ્ચે શું છે? તે વિશે જાણવા માટે સલમાને તમામ કન્ટેસ્ટન્ટનો મત માગ્યો હતો. તમામે કહ્યું હતું સુમ્બુલ, શાલિનને એક મિત્ર કરતાં વધારે પસંદ કરે છે.
જેના વર્તન પરથી લાગે છે કે તે તેને પ્રેમ કરે છે. પહેલા જ દિવસથી સુમ્બુલ પોતાની ગેમ કરતાં શાલિન સાથેના સંબંધોના લીધે વધારે નિશાને રહી છે. સુમ્બુલને સલમાને ઘણીવાર સમજાવી હતી. પરંતુ તે ન માનતા તેના પિતાને પણ બિગ બોસના ઘરમાં બોલાવવા પડ્યા હતા. ત્યારે સુમ્બુલ સમજી જશે તેમ લાગતું હતું. પરંતુ ઊંધું થયું. સુમ્બુલ શાલિનની વધારે નિકટ આવી.
સલમાને સુમ્બુલને લઈને શાલિનને અરીસો બતાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેનાથી દૂર રહેવાની સલાહ પણ આપી હતી. આ વાતથી ફેન્સ રોષે ભરાયા.
ફેન્સનું કહેવું હતું કે, ૧૭ વર્ષની છોકરીના ચરિત્ર પર ન માત્ર લાંછન લગાવવામાં આવ્યું પરંતુ પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ પર થોપવામાં આવ્યો. કેટલાકે ફેન્સે કહ્યું, ક્રશ હોય, પ્રેમ હોય કે ઓબ્સેશન, પરંતુ ટીવી પર આ રીતે કોઈની છબીને ખરાબ ન કરવી જાેઈએ.SS1MS