Western Times News

Gujarati News

સામંથા રૂથ પ્રભુનું ટ્રાન્સફોર્મેશન જોઈ ફેન્સને ચિંતા થવા લાગી

મુંબઈ, સામંથા રૂથ પ્રભુનો લેટેસ્ટ લુક સામે આવ્યો છે. આ લુકમાં ચાહકો તેને ઓળખી શકતા નથી. ફોટામાં સામંથા રૂથ પ્રભુ ખૂબ જ પાતળી દેખાય છે.સામંથા રૂથ પ્રભુ દક્ષિણ ઉદ્યોગની એક લોકપ્રિય સ્ટાર છે. તે પોતાના પ્રોફેશનલ અને પર્સનલ લાઇફને લઈને સમાચારોમાં રહે છે. પુષ્પામાં સમન્થા રૂથ પ્રભુનો આઇટમ નંબર પણ વાયરલ થયો હતો.

હવે સામંથા રૂથ પ્રભુના નવા ફોટા સામે આવ્યા છે. તેણીએ તાજેતરમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સામંથા રૂથ પ્રભુનો બદલાયેલો અંદાજ જોવા મળ્યો. સામંથા રૂથ પ્રભુએ ઘણું વજન ઘટાડ્યું છે. તે હવે ખૂબ જ પાતળી થઈ ગઈ છે. તેનું પરિવર્તન ખૂબ જ આઘાતજનક છે.ફોટામાં, સામન્થા બ્રાઉન રંગના સાઈડ કટ બોડીકોન ડ્રેસમાં જોવા મળી હતી.

તેણીએ મેચિંગ હાઈ હીલ્સ સાથે લુક પૂર્ણ કર્યાે.જોકે, આ અવતારમાં સામન્થાને ઓળખવી મુશ્કેલ છે. તેનો લુક જોઈને ચાહકો પૂછી રહ્યા છે કે શું આ સામન્થા છે? એક યુઝરે લખ્યું – તે પહેલા કરતાં ઘણી પાતળી થઈ ગઈ છે.

એક યુઝરે લખ્યું- સામન્થા ઓળખી શકાતી નથી. તે પહેલા કરતા ખૂબ જ અલગ દેખાય છે. એક યુઝરે લખ્યું- તેના પહેલાના ફોટા જુઓ અને હાલના ફોટા જુઓ, તે ખૂબ જ અલગ દેખાય છે. વર્ક ળન્ટની વાત કરીએ તો, સમન્થા શકુંતલમ અને કુશી જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. તે સિટાડેલ હની બનીમાં પણ જોવા મળી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.