રૂપાલી ગાંગુલીને ડાન્સ કરતી જાેઈને ચાહકો દીવાના થયા
મુંબઈ, ટીવીની લોકપ્રિય એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી ‘અનુપમા’ સિરિયલને કારણે લોકપ્રિય છે. આ શોને કારણે તેણે ચાહકોના મનમાં ખાસ સ્થાન બનાવ્યું છે. રૂપાલી ગાંગુલી સો.મીડિયામાં પણ ઘણી જ એક્ટિવ રહેતી હોય છે. રૂપાલી સો.મીડિયામાં રૂટીન લાઇફ ને શો સાથે જાેડાયેલા અપડેટ આપતી રહેતી હોય છે. હાલમાં જ રૂપાલીએ સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયો ચાહકોને ઘણો જ પસંદ આવ્યો છે.
રૂપાલી ગાંગુલી શૅર કરેલા વીડિયોમાં ડાન્સ કરતી જાેવા મળી હતી. આ વીડિયોમાં તેના ડાન્સના એક્સપ્રેશન કમાલના જાેવા મળ્યા હતા. રૂપાલીએ ફિલ્મ ‘ચમેલી’ના ગીત ‘ભાગે રે મન..’ પર ડાન્સ કર્યો હતો. આ ફિલ્મને મધુર ભંડારકરે ડિરેક્ટ કરી હતી અને ફિલ્મમાં લીડ રોલમાં કરીના કપૂર હતી.
રૂપાલી ગાંગુલી ઇન્ડિયન ટીવીની સૌથી વધુ ફી લેતી એક્ટ્રેસિસમાંથી એક છે. સૂત્રોના મતે, ‘અનુપમા’ શો હિટ જતાં જ રૂપાલી રોજના દોઢ લાખ રૂપિયા ફી તરીકે લેતી હતી. આ રકમ ઘણી જ વધારે હતી, પરંતુ રૂપાલી સીનિયર એક્ટ્રેસ છે. હવે, રૂપાલી રોજના ત્રણ લાખ રૂપિયા ફી લે છે.
ઉલ્લેખનીય છે કે રૂપાલી ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’માં મોનિશાનો રોલ કરીને ચાહકોમાં લોકપ્રિય થઈ હતી. રૂપાલીએ ૧૯૮૫માં ‘સાહેબ’ ફિલ્મમાં ચાઇલ્ડ એક્ટર તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. રૂપાલીએ અશ્વિન કે વર્મા સાથે ૨૦૧૩માં લગ્ન કર્યાં હતાં અને તેમને એક દીકરો છે. રૂપાલી ગાંગુલીના પિતા અનિલ ગાંગુલી ડિરેક્ટર તથા સ્ક્રીનરાઇટર હતા. રૂપાલીનો ભાઈ વિજય ગાંગુલી એક્ટર તથા પ્રોડ્યૂસર છે.SS1MS