સલમાન ખાનનો નવો અવતાર જોઇ ફેન્સ ચોંકી ઉઠ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/09/Salman-khan.jpg)
મુંબઈ, ફરી એકવાર બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન રિયાલિટી શો બિગ બોસ સીઝન ૧૭થી કમબેક કરી રહ્યો છે. આજે બિગ બોસ ૧૭નો પ્રથમ પ્રોમો ટીઝર રિલીઝ કર્યું છે. આ ટીઝર જાેયા પછી જે વાતની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તે છે સલમાન ખાનના નવા લૂકની.
આ ટીઝરમાં સલમાન ખાન તેના નવા લૂક સાથે જાેવા મળી રહ્યો છે. આ ટીઝરમાં સલમાન ખાન કહેતો જાેવા મળી રહ્યો છે કે, “અત્યાર સુધી અમે અમારા બિગ બોસની માત્ર આંખો જ જાેઈ છે, હવે અમે બિગ બોસના ત્રણ અવતાર જાેઈશું, દિલ, દિમાગ અને દમ – હાલ માટે હું આટલું જ કહી શકું છું.
કલર્સ ટીવીના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર આ રસપ્રદ ટીઝર શેર કરતી વખતે તેણે કેપ્શન આપ્યું હતું કે, “આ વખતે બિગ બોસ એક અલગ રંગ બતાવશે, જેને જાેઈને તમે બધા દંગ રહી જશો. બિગ બોસ ૧૭ જલ્દી જ જુઓ, ફક્ત કલર્સ પર. બિગ બોસ સીઝન ૧૭ ફરી એકવાર તેના દર્શકોને આકર્ષવા માટે તૈયાર છે.
શોના ગ્રાન્ડ પ્રીમિયરની તારીખ પ્રોમોની સાથે જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ૧૫ ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે. સ્પર્ધકોને લઈને અનેક પ્રકારની અટકળો પણ લગાવવામાં આવી રહી છે. અત્યાર સુધી ઘણા ટીવી સેલેબ્સના નામ સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે કંવર ઢિલ્લોન પણ શોમાં એન્ટ્રી કરી શકે છે. આ સિવાય ખતરોં કે ખિલાડી ૧૩ ફેમ અરિજિત તનેજા, જિયા માનિક, કનિકા માન, સુનંદા શર્મા પણ બિગ બોસ ૧૭નો ભાગ બની શકે છે.SS1MS