મલાઈકાને ફુલ બૉડી સ્ટ્રેચિંગ કરતાં જોઈ ચાહકોને નવાઈ લાગી
મુંબઈ, બોલિવૂડમાં ઘણી એક્ટ્રેસિસ છે, જે પોતાની ફિટનેસ માટે જાણીતી છે, જેમાં મલાઈકાનો પણ સમાવેષ થાય છે. મલાઈકા અવારનવાર સો.મીડિયામાં વર્કઆઉટ વીડિયો શૅર કરતી હોય છે. હાલમાં જ મલાઈકાનો વર્કઆઉટ કરતો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો જાેઈને ચાહકો પણ થોડાં આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા.
મલાઈકાએ સો.મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં એક્ટ્રેસ યોગ ઇન્સ્ટ્રક્ટર સર્વેશ શશિની સાથે યોગ કરતી હોય છે. વીડિયોમાં મલાઈકા સહજતાથી ફુલ બૉડી સ્ટ્રેચ કરતી જાેવા મળી હતી.
મલાઈકા અરોરા ૪૮ની છે, પરંતુ તેની ફિટનેસ જાેઈને કોઈને ખ્યાલ ના આવે કે તેની ઉંમર આટલી છે. મલાઈકાએ અનેક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે યોગ તથા વર્કઆઉટ અને પ્રોપર ડાયટને કારણે ફિટ રહે છે. તે હેલ્થી ફૂડ લેતી હોય છે, તે ઘરનું સાદું ભોજન લેવાનું પસંદ કરે છે.
મલાઈકાના સંબંધો અર્જુન સાથે છે. ચર્ચા છે કે બંને આ વર્ષે બંને નવેમ્બર કે ડિસેમ્બરમાં લગ્ન કરશે. બંનેના લગ્નમાં માત્ર પરિવાર અને નિકટના મિત્રો જ હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અર્જુન તથા મલાઈકાને લૅવિશ લગ્નની ઈચ્છા નથી. બંનેને સાદગી ગમે છે.
રજિસ્ટર વેડિંગ બાદ બંને વેડિંગ પાર્ટી આપશે. આ વેડિંગ પાર્ટીમાં માત્રને માત્ર પરિવાર ને મિત્રો જ હશે. અર્જુન કપૂરનો પૂરો પરિવાર, મલાઈકાના પેરેન્ટ્સ, બહેન અમૃતા અરોરા તથા કરીના કપૂર, કરિશ્મા કપૂર ખાસ હાજર રહેશે.
વધુમાં એવું પણ કહેવાઈ રહ્યું છે કે મલાઈકા તથા અર્જુન રજિસ્ટર વેડિંગમાં બહુ હેવી કપડાં પહેરવાના નથી. રજિસ્ટર વેડિંગમાં મલાઈકા એકદમ સિમ્પલ સાડી પહેરશે અને અર્જુન પણ એકદમ સાદો કુર્તો પહેરશે. પાર્ટીમાં બંને વેસ્ટર્ન આઉટફિટ પહેરશે અને ફોટોગ્રાફર્સને પોઝ પણ આપશે.SS1MS