“બિગ બોસ ૧૬”માં ફરાહ ખાન સાજીદને મળીને રડી પડી
મુંબઈ, બિગ બોસ ૧૬ના એપિસોડમાં લાગણીસભર ક્ષણો જાેવા મળવાના છે. તાજેતરના એપિસોડમાં કોરિયોગ્રાફર અને ફિલ્મમેકર ફરાહ ખાન શોમાં પ્રવેશી હતી અને પોતાના ભાઈ સાજિદ ખાનને મળીને રડી પડી હતી. પરિવાર વચ્ચેના આ મિલનથી ઘરના સભ્યોની આંસુ આવી ગયા હતા.
એપિસોડના પ્રોમો વિડીયોમાં દિગ્દર્શક ફરાહ ખાન ભાઈ સાજિદ ખાનને મળવા અને સપોર્ટ આપવા માટે બિગ બોસના ઘરે ગઈ હોવાનું જાેવા મળે છે.
ઓનલાઇન શેર કરવામાં આવેલા વિડીયોમાં ફરાહ ટાસ્કના ભાગરૂપે સ્ટેચ્યુ મોડમાં રહેલા સાજિદને ગળે લગાવતી જાેવા મળે છે. ફરાહ તેને કહે છે કે તેને સાજીદની ખોટ સાલે છે, મમ્મીને તેના પર ગર્વ છે અને ઉમેરે છે કે તેણે તેને રૂબરૂમાં જાેયાને ત્રણ મહિના થયા છે.
આ ઉપરાંત ફરાહ ખાન શિવ ઠાકરે, એમસી સ્ટેન અને અબ્દુ રોજિકને પણ મળે છે. તેમને ગળે લગાવતા તેમણે કહ્યું કે, આ શોમાં પહેલા તેનો માત્ર એક જ ભાઈ હતો, પરંતુ હવે તેને વધુ ત્રણ ભાઈઓ મળ્યા છે. આ મંડળી મળવા બદલ તે સાજિદને ભાગ્યશાળી હોવાનું પણ કહે છે.
અન્ય એક વિડીયોમાં ફરાહ ખાન પણ પ્રિયંકા ચહરને ગળે લગાવતી જાેવા મળી રહી છે અને તેને બિગ બોસ હાઉસની દીપિકા પાદુકોણ કહેતી હોવાનું પણ જાેવા મળે છે. ભાઈ-બહેન વચ્ચેની આ મુલાકાતની ઝલક ર્ઝ્રર્ઙ્મજિ્ફ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી હતી.
વિડીયોના કેપ્શનમાં લખ્યું છે, ઘરમાં સાજીદને મળવા ફરાહ ખાન આવી. થોડા દિવસો પહેલા સાજિદ ખાન અને શિવ ઠાકરે બિગ બોસ અર્ચના ગૌતમ પ્રત્યે પક્ષપાતી હોવાની ચર્ચા કરતા જાેવા મળ્યા હતા. તેમના મત મુજબ અર્ચનાએ ઘરમાં દરેક સાથે ઝઘડા કર્યા છે.
શિવ પર શારીરિક હુમલો કરવા બદલ તેને હાંકી કાઢવામાં આવી હતી. ત્યારબાદ ફરી તેની એન્ટ્રી થઈ હતી. એમ.સી. સ્ટેન સાથેના તેના મોટા ઝઘડા બાદ બંને અર્ચનાના વર્તન અંગે ચર્ચા કરતા જાેવા મળે છે. સાજિદ ખાન એમસી સ્ટેનને અર્ચના અને તે બંને ખોટા હોવાનું કહે છે.
બીજી તરફ એમસી સ્ટેનની દલીલ કરે છે કે બિગ બોસ અર્ચનાના પક્ષમાં છે. સાજિદ આ બાબતે સંમત થાય છે. શિવ પણ અર્ચનાની ભૂલોની અવગણવા કરવામાં આવતી હોવાનું કહે છે. અહીં ઉલ્લેખનીય છે કે, બિગ બોસ ૧૬ સોમવારથી શુક્રવાર સુધી રાત્રે ૧૦ વાગ્યે કલર્સ ટીવી પર જાેઈ શકાય છે.
વીકએન્ડ એપિસોડ્સમાં સલમાન ખાનનો વીકએન્ડ કા વાર હોય છે, તે એપિસોડ્સ રાત્રે ૯.૩૦ વાગ્યે પ્રસારિત થાય છે. આ શો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ વૂટ સિલેક્ટ પર પણ જાેઈ શકાય છે.SS1MS