ફરાહ ખાન પાસે પિતાના નિધન વખતે ફક્ત ૩૦ રુપિયા હતા
મુંબઈ, તમે ઘણા સ્ટાર્સને પોતાના મુશ્કેલ દિવસો અંગે ખુલીને વાત કરતા સાંભળ્યું હશે. ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા સ્ટાર્સ છે, જેમણે ઘણી મહેનતથી પોતાના ઓળખ બનાવી છે અને આજે સફળ અને અલગ પાયદાન પર છે. નવાઝુદ્દીન સિદ્દીકી, રાજકુમાર રાવ સહિત એવા ઘણા લોકો છે જેમણે ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવા મુશ્કેલ દિવસ જોયા છે. ફોટોમાં દેખાય રહેલા ભાઈ બહેન પણ આવા જ દિવસોમાંથી પસાર થઇ ચુક્યા છે.
હવે તમે વિચારી રહ્યા હશે કે તસવીરમાં દેખાઈ રહેલા ભાઈ બહેન છે કોણ. તો જણાવી દઈએ કે આ બાલીવુડના ફેમસ ભાઈ બહેન સાજીદ ખાન અને ફરાહ ખાન છે. બોલિવૂડ ફિલ્મ નિર્માતા અને કોરિયોગ્રાફર ફરાહ ખાન અને નિર્દેશક સાજિદ ખાને પણ ઘણી વખત તેમના સંઘર્ષ વિશે ખુલીને વાત કરી છે. ફરાહ ખાન અને સાજિદ ખાને ઘણી શાનદાર ફિલ્મો આપી છે.
આ બંને ફિલ્મી બેકગ્રાઉન્ડના છે, પરંતુ તેમ છતાં બંને માટે આ સફર એટલી સરળ ન હતી. ખાસ કરીને પિતા કામરાન ખાનના અવસાન બાદ બંનેને ખૂબ જ મુશ્કેલ સમયનો સામનો કરવો પડ્યો હતો. એક ઈન્ટરવ્યુમાં ફરાહ ખાને કહ્યું હતું કે જ્યારે તેના પિતાનું અવસાન થયું ત્યારે તે અને તેનો ભાઈ સાજિદ ખૂબ જ નાના હતા.
ફરાહ ખાનના પિતા કામરાન ખાન અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક હતા. બિગ બોસમાં વાત કરતી વખતે ફિલ્મમેકરે કહ્યું હતું કે જ્યારે તેના પિતાનું અવસાન થયું ત્યારે તેના ખિસ્સામાં માત્ર ૩૦ રૂપિયા હતા. આવી સ્થિતિમાં પિતાના અંતિમ સંસ્કાર માટે બંને ભાઈ અને બહેને સાથે મળીને પૈસા ભેગા કરવા પડ્યા હતા.
ફરાહ ખાનના પિતા કામરાન ખાન સ્ટંટમેનમાંથી ફિલ્મ નિર્માતા બન્યા હતા અને માતા મેનકા ઈરાની પારસી હતા. જોકે, ફરાહ અને સાજિદના માતા-પિતા જ્યારે તેઓ ખૂબ નાના હતા ત્યારે અલગ થઈ ગયા હતા. ફરાહના કહેવા પ્રમાણે, તે પાંચ વર્ષની હતી ત્યાં સુધી તેનું બાળપણ ખૂબ જ સારું રહ્યું હતું. પરંતુ, પછી તેના પિતાએ એક ફિલ્મ બનાવી જે ખરાબ રીતે ફ્લોપ થઈ અને તેના પિતાના બધા પૈસા ડૂબી ગયા.
આ એક ફિલ્મના કારણે આખો પરિવાર ગરીબીની આરે પહોંચી ગયો. રિપોર્ટ અનુસાર, મનીષ પોલ સાથે વાત કરતી વખતે ફરાહે જણાવ્યું હતું કે તેના પિતા મૃત્યુની આગલી રાતે પત્તા રમી રહ્યા હતા, જેમાં તેમણે ૩૦ રૂપિયા જીત્યા હતા. જ્યારે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે તેમના ખિસ્સામાં માત્ર આ ૩૦ રૂપિયા હતા.
બંને ભાઈ અને બહેનના નામે માત્ર ૩૦ રૂપિયા હતા, જેથી બંનેએ પિતાના અંતિમ સંસ્કાર કરવા માટે ઘરે-ઘરે ભટકવું પડ્યું હતું. ફરાહે એ પણ કબૂલ્યું હતું કે શરૂઆતમાં તે તેના પિતાના મૃત્યુ પછી થોડી પરેશાન થઈ ગઈ હતી. પરંતુ, બાદમાં તેને તેની પરિવારની સ્થિતિનો અહેસાસ થયો અને પછી તેણે આ પરિસ્થિતિમાંથી પરિવારને બચાવવામાં બધી તાકાત લગાવી દીધી.SS1MS