‘હીરામંડી’ પછી ચમક્યું ફરદીન ખાનનું નસીબ

મુંબઈ, સંજય લીલા ભણસાલીની સિરીઝ ‘હીરામંડી’ માં વર્ષાે પછી ફરદીન ખાનને જોઈને બધાના ચહેરા પર સ્મિત આવી ગયું હતું. તેના કમબેકથી બધા ખુશ થઈ ગયા હતા.
આ સિરીઝમાં ફરદીને સોનાક્ષી સિંહા, અદિતિ રાવ હૈદરી, રિચા ચઢ્ઢા અને મનીષા કોઈરાલા સાથે સ્ક્રીન સ્પેસ શેર કરી હતી. તેણે ભજવેલું પાત્ર પણ લોકોને ગમ્યું હતું. હીરામંડી પછી, તે અક્ષય કુમાર, વાણી કપૂર, એમી વિર્ક, તાપસી પન્નુ સાથે ફિલ્મ ‘ખેલ ખેલ મેં’ માં પણ જોવા મળ્યો હતો.
જોકે, આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી.એક ઇન્ટરવ્યુ દરમિયાન, ફરદીને તાજેતરમાં ‘હીરામાંડી’ સાથેના તેના કમબેક વિશે વાત કરી અને તે સિરીઝનો ભાગ બનીને કેટલો ખુશ હતો તે વિશે વાત કરી હતી. તેણે કહ્યું, “હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને સંજય લીલા ભણસાલી સાથે કામ કરવાની તક મળી, હું તેમનો મોટો ફેન છું અને હું તેમના કામની ખૂબ પ્રશંસા પણ કરું છું.
તો, આટલા વર્ષાે પછી તેમના ડ્રીમ પ્રોજેક્ટનો ભાગ બનવું અને આ સિરીઝના બધા પ્રતિભાશાળી લોકો સાથે કામ કરવું, ફક્ત કલાકારો જ નહીં પણ સિનેમેટોગ્રાફરો પણ… આખું સેટઅપ, તેમની આખી ટીમ સાથે તે ખૂબ જ ખાસ હતું.”
ફરદીને આગળ કહ્યું કે, તે ક્યારેય કોઈ મોટી ફિલ્મ કે સિરીઝનો ભાગ નથી રહ્યો જેનું ઐતિહાસિક મહત્ત્વ હોય અને તેણે ક્યારેય આવું કોઈ પાત્ર નથી ભજવ્યું. તેણે કહ્યું, આ ખરેખર એક એવી સ્મૃતિ છે જે તે હંમેશા માટે યાદ રાખશે. આ એક મહાન અનુભવ, એક સૌભાગ્ય અને સન્માન છે.
ફરદીન ખાને તેના આગામી પ્રોજેક્ટ્સ વિશે પણ વાત કરી. તેણે કહ્યું, “મને જે પ્રોજેક્ટ્સ ઓફર કરવામાં આવ્યા છે તે મને ખૂબ જ ખાસ લાગે છે. તે ‘હીરામંડી’ અને ‘હાઉસફુલ ૫’ ની જેમ રસપ્રદ છે, જેમાં કન્ટેન્ટ, મસ્તી અને કમર્શિયલ વેલ્યુ છે.
હું નસીબદાર હતો કે મને એક ક્રાઈમ થ્રિલર ફિલ્મ મળી, જે મેં પહેલા ક્યારેય નહોતી કરી. પાત્રો, સેટઅપ અને વાર્તા મારા કમ્ફર્ટ ઝોનની બહાર હતી, જેના કારણે તે શીખવાનો એક અલગ અનુભવ મળ્યો.”SS1MS