આશી પે સેન્ટર શાળામાં વિદાય કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ) સેવાલિયા, તારીખ ૧૭ માર્ચ ૨૦૨૩ ને શુક્રવારના રોજ પે સેન્ટર પ્રાથમિક શાળા આશી ખાતે ધોરણ ૮ નો વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગામના દાતાશ્રી અરવિંદભાઈ પટેલ માસ્તર હાલ યુએસએ ,શ્રી જશભાઈ રમણભાઈ પટેલ , શ્રી મિતુલભાઈ પટેલ હાલ યુએસએ, શ્રી શૈલેષભાઈ પટેલ આશી ,શ્રી અલ્પેશભાઈ ઠાકોર સરપંચ શ્રી આશી, શ્રી જયંતીભાઈ ડાભી ભુવાજી ડેપ્યુટી સરપંચ શ્રી આશી ,શ્રીમતી કૈલાસબેન સોલંકી ચેરમેન શ્રી ન્યાય સમિતિ તાલુકા પંચાયત પેટલાદ ,માજી સરપંચ શ્રી રતિલાલ વાઘેલા આશી ,ગામના નિવૃત્ત શિક્ષક શ્રી વિનુભાઈ પ્રજાપતિ સાહેબ, એસ.એમ સી.ના અધ્યક્ષ શ્રી ઘનશ્યામભાઈ ઠાકોર એસ.એમ.સી.ના સભ્યો ગ્રામ પંચાયતના સભ્યો આશી ગામના વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત સૌ મહેમાનોનું પુષ્પગુચ્છ અને ફુલહારથી શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું .ધોરણ આઠના બાળકોએ પોતાના આઠ ધોરણના અનુભવના આધારે સ્પીચ આપી હતી .વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. ધોરણ આઠના વર્ગ શિક્ષક શ્રી પ્રિતેશભાઈ સાહેબે સૌને આવકાર્યા હતા. શાળાના આચાર્યશ્રી જયેશભાઈ સોલંકી વિદાય લેતા ધોરણ ૮ ના બાળકોને આશીર્વાદ આપ્યા હતા .ગામના નિવૃત્ત શિક્ષક શ્રી વિનુભાઈ પ્રજાપતિ સાહેબ, ન્યાય સમિતિના ચેરમેન કૈલાસબેન સોલંકી, માજી સરપંચ શ્રી રતિલાલ વાઘેલા એ પણ બાળકોને આશીર્વાદ આપ્યા હતા.
કાર્યક્રમના અંતમાં શાળાના ઉપાચાર્યશ્રી રમેશભાઈ પટેલ સાહેબે ઉપસ્થિત સૌ મહેમાનોનું આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાન શ્રી અરવિંદભાઈ પટેલ માસ્તર તરફથી શાળાને અંકે ૧૧૦૦૦/- રૂપિયાનું દાન, શાળાના બાળકો ને પાવભાજી નું તિથિ ભોજન પેટે આપવામાં આવ્યા હતા.તથા મિતુલભાઈ પટેલ તરફથી શાળાને અંકે ૧૧૦૦૦/- રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું . મુકેશ ભાઈ ચૌહાણ તરફથી જલેબી નું દાન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌ મહેમાનોએ કાર્યક્રમમાં ભાગ લીધેલ સૌ બાળકોને અંકે ?૫,૦૦૦ નું દાન આપવામાં આવ્યું હતું. તે બદલ શાળાના આચાર્યશ્રી જયેશભાઈ સોલંકી એ સૌ દાતાશ્રીઓનો શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન શાળામાં અભ્યાસ કરતી ધોરણ સાત ની દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.