ફરહાન અખ્તરે થ્રી મસ્કેટિયર્સ સાથે ‘ઝિંદગી ના મિલેગી દોબારા’નો સંકેત આપ્યો

ફરહાન, હ્રિતિક અને અભય દેઓલના વીડિયોથી ફૅન્સ ઉત્સાહમાં
ફરહાન અખ્તરે તાજેતરમાં એક વીડિયો શેર કર્યાે હતો, જેમાં હ્રિતિક રોશન અને અભય દેઓલ મસ્તીથી ગીત ગાઈ રહ્યા હતા
મુંબઈ,
ફરહાન અખ્તરે તાજેતરમાં એક વીડિયો શેર કર્યાે હતો, જેમાં હ્રિતિક રોશન અને અભય દેઓલ મસ્તીથી ગીત ગાઈ રહ્યા હતા. તેનાથી હવે ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ની સિક્વલની આશા રાખી રહ્યા છે. તેમાં તેઓ પોતાની થ્રી મસ્કેટીઅર્સની અદામાં ફરી જોવા મળ્યા હતા. આ ફિલ્મની ડિરેક્ટર ઝોયા અખ્તરે પણ ફૅન્સમાં આ ફિલ્મ વિશે રસ જોઈને સિક્વલ બનાવવામાં રસ દાખવ્યો છે.૨૦૧૧માં પહેલી ફિલ્મ આવી હતી, ત્યારે ફરહાને પોસ્ટ કરેલો વીડિયો બહુ ઝડપથી વાયરલ થઈ ગયો હતો. આ વીડિયો પોસ્ટ કરતા ફરહાને કૅપ્શનમાં ઝોયા અખ્તરને ટૅગ કરીને લખ્યું હતું,‘ઝોયા અખ્તર તને સંકેત દેખાય છે?’ આ સાથે તેણે રિતેશ સિધવાની, રીમા કાગતી, એક્સેલ મુવીઝ અને ટાઈગર બૅબી પ્રોડક્શન હાઉસને પણ ટૅગ કર્યા હતા. આ પોસ્ટમાં કમેન્ટ કરતા હ્રિતિક રોશને પણ કમેન્ટ કરી હતી, ‘અનબિલિવેબલ’, તો અભય દેઓલે લખ્યું હતું,‘આઉટસ્ટેન્ડિંગ’.૨૦૧૧માં જ્યારથી ઝોયા અખ્તરે ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ બનાવી ત્યારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો હોય કે પછી ફિલ્મના ફૅન્સ, અનેક લોકોએ તેને સિક્વલ વિશે પૂછ્યું છે.
ત્યારે થોડાં વખત પહેલાંના એક ઇન્ટરવ્યુમાં ઝોયાએ કહ્યું હતું,“હા, પ્રશ્ન અનેક વખત મારી સામે આવ્યો છે, બધાને એમાં રસ છે. અમારા માટે પણ એ ફિલ્મ ઘણી મહત્વની છે. તેથી જો અમને બીજા ભાગ માટે લોકોને સ્પર્ષી જાય અને પહેલી ફિલ્મ સાથે જોડી શકાય એવી કોઈ વાર્તા મળશે તો અમે ફિલ્મ બનાવીશું. અમારે માત્ર પૈસા ખાતર કોઈ ફિલ્મ બનાવવી નથી. લોકો જ્યારે આ ફિલ્મ જોવા આવે તો એમની ચોક્કસ અપેક્ષા હશે, અમારે એ પુરી કરવી જોઈએ, નહીં તો એ એમને મજા આવશે નહીં.”હવે મુખ્ય કલાકારોએ આ પ્રકારના સંકેત આપ્યા પછી ફિલ્મના ફૅન્સ પણ ઉત્સાહમાં આવી ગયા છે કે આખરે આ ફિલ્મની સિક્વલ જોવા મળશે. ૨૦૧૧માં આવેલી પહેલી ફિલ્મ ત્રણ મિત્રોની રોડટ્રીપ પર આધારીત હતી, જેની વાર્તા, સુંદર દૃશ્યો તેમજ ગીતોને દર્શકોએ વધાવી લીધા હતા. આ ફિલ્મમાં હ્રિતિક રોશન, ફરહાન અખ્તર, અભય દેઓલ, કેટરિના કૈફ અને કલકી કેકલા મહત્વના રોલમાં હતા. જેમાં Ìમુર, રોમાન્સ અને ડ્રામાનું સુંદર મિશ્રણ હતું. એ વખતે આ ફિલ્મે વર્લ્ડ વાઇડ ૧૫૩ કરોડની કમાણી કરી હતી. તે બોલિવૂડની મોડર્ન ક્લાસિક બની ગઈ છે.ss1