વિવિધ પાકના ઉત્પાદનો માટે યમરાજ એવી થ્રીપ્સના નિયંત્રણ માટે પ્રાકૃતિક રીતે તૈયાર દ્રાવણ અસરકારક

પ્રતિકાત્મક
અમદાવાદ, થ્રીપ્સ એક એવી જીવાત છે જેના નિયંત્રણ માટે ખેડૂત આલમ કમરકસી રહ્યું છે. ભારત એક ખેતી પ્રધાન દેશ છે ,સામાન્ય રીતે પાક સંરક્ષણમાં થ્રીપ્સના નાશ માટે રાસાયણિક દવાઓનો ઉપયોગ થાય છે,પરંતુ પ્રાકૃતિક ખેતીમાં પાક સંરક્ષણ માટે કોઇ પણ રાસાણિક દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી.
પાક સંરક્ષણ અને તેની ઉત્પાદકતા વધારવા માટે પ્રાકૃતિક ખેતીમાં નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર,અગ્નિસ્ત્ર, ખાટી છાશ સહિતના જાતે બનાવાલે વસ્તુઓના દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે.જ્યારે થ્રીપ્સના નાશ માટે પ્રાકૃતિક રીતે તૈયાર કરેલ દ્રાવણ અસરકારક બની રહ્યું છે.
પ્રાકૃતિક ખેતીએ આત્મનિર્ભર ભારત બનાવવાના અભિયાનનો એક મહત્વપૂર્ણ ભાગ છે ,કારણ કે સમગ્ર ભારતમાં લોકોનો એક મોટો વર્ગ ખેતી સાથે સંકળાયેલો છે ,અને જ્યાં સુધી ખેડૂત આત્મનિર્ભર નહીં બને ત્યાં સુધી આખો દેશ આત્મનિર્ભર બની શકશે નહીં.
પાકમાં રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ ઘટાડવો અને કુદરતી દ્રાવણનો ઉપયોગ કરવાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારા સાથે જનહિતના આરોગ્યની પણ સાચવણી થાય છે..
જેથી આપણે સરળ અને ઓછા ખર્ચે તૈયાર કરેલ પ્રાકૃતિક દ્રાવણ જે થ્રીપ્સના નિયંત્રણ જરૂરી વસ્તુઓમાં ૧૦ લિટર દેશી ગાયનું ગૌ મુત્ર, ૦૫ કિલોગ્રામ લીમડાના પાન,૦૨ કિલોગ્રામ સીતાફળના પાન,૦૨ કિલોગ્રામ ધતૂરાના પાન અને ૦૨ કિલો નફટીયા પાનની જરૂર પડે છે. આ ઉપર મુજબની તમામ વસ્તુઓમાંથી થ્રીપ્સના નિયંત્રણ માટેનું કારક દ્રાવણ તૈયાર થાય છે.
આ દ્રાવણ બનાવવા માટે સૌ પ્રથમ ૧૦ લિટર દેશી ગાયનું ગૌ મુત્ર લઇ તેમાં ૦૫ કિલોગ્રામ લીમડાના પાન, ૦૨ કિલો ગ્રામ સીતાફળના પાન, ૦૨ કિલોગ્રામ ધતુરાના પાન અથવા ૦૨ કિલોગ્રામ નફટીયા પાનનું મિશ્રણ કરવામાં આવે છે, આ મિશ્રણને ૦૫ દિવસ સુધી સડવા દેવાનું હોય છે,અને ૦૫ દિવસ બાદ આ મિશ્રણ તૈયાર થાય છે,
આ મિશ્રણને ગાળીને પાક પર છંટકાવ કરી શકાય છે આ મિશ્રણ પ્રાકૃતિક ખેતીમાં થ્રીપ્સના નિયંત્રણ માટે રામબાણ સાબિત થયું છે.