Western Times News

Gujarati News

ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે મકાઈ, બાજરી, જુવાર અને રાગીની સીધી ખરીદી કરાશે

બાજરી, જુવાર અને રાગી માટે ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ ક્વિ. રૂ. ૩૦૦ બોનસ અપાશે

Ø  પાકના લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતોએ ઓનલાઇન નોંધણી ફરજીયાત

Ø  ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે

Ø  નોંધણી બાબતે વધુ વિગત માટે હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે

Gandhinagar, કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ માટે ટેકાનો ભાવ મકાઈ માટે રૂ. ૨,૨૨૫/- પ્રતિ ક્વિ. બાજરી માટે રૂ. ૨૬૨૫/- પ્રતિ ક્વિ.,જુવાર(હાઈબ્રીડ) રૂ. ૩૩૭૧/- પ્રતિ ક્વિજુવાર (માલદંડી) રૂ.૩૪૨૧/- પ્રતિ ક્વિ. તથા રાગી માટે રૂ. ૪૨૯૦/- પ્રતિ ક્વિ. નિયત કરવામાં આવ્યા છે.

જેમાં બાજરીજુવાર અને રાગી માટે ટેકાના ભાવ ઉપરાંત રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ. બોનસ આપવામાં આવશે. ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે મકાઇબાજરીજુવારતથા રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી., મારફતે કરવામાં આવનાર છે.

નોંધણી પ્રક્રિયા:- લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તા. ૦૧ થી ૩૦ એપ્રિલ-૨૦૨૫ સુધી કરવામાં આવશે . આ ખરીદી તા. ૦૧ મેથી ૧૫ જુલાઈ-૨૦૨૫ સુધી કરવામાં આવશે. જેથી નોંધણી કરાવવા તમામ ખેડૂતો મિત્રોને અપીલ કરવામાં આવે છે. ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવી.

ડોક્યુમેન્ટ્સ:-  નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કેઆધાર કાર્ડની નકલઅધ્યતન ગામ નમૂનો૭/૧૨ ,૮/અ તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી ૭/૧૨ કે ૮/અ માં ન થઈ હોય તો તલાટીના સહી સિક્કા વાળો દાખલોખેડૂતના નામના બેંક ખાતાની વિગત બેંક પાસબૂકની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે.

SMS:  ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે ખેડૂત ખાતેદાર બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે જેની નોંધ લેશો ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તેવા કિસ્સામાં આપનો ક્રમ રદ થશે અને ખરીદી માટે આપને જાણ નહી કરવામાં આવે તેની ખેડૂત મિત્રોએ નોંધ લેવી.

હેલ્પલાઇન નંબર:- નોંધણી બાબતે કોઇ મુશકેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.