ગુલાબની પાંદડીમાંથી ગુલકંદ બનાવી ડોલરમાં કમાણી કરતાં ખેડૂત
સીમાઓને પાર પહોંચી સફળતાની સુવાસ..! પ્રાકૃતિક ખેતી થકી આત્મનિર્ભર બનેલા જામનગરના પ્રગતિશીલ ખેડૂત બળદેવભાઈ ખાત્રાણી ગુલાબની પાંદડીયોમાંથી ગુલકંદ બનાવી વિવિધ કૃષિમેળા અને મિલેટ્સ મેળામાં વેચાણ કરી સારી કમાણી કરી રહ્યાં છે.
કેનેડાના ગ્રાહકો પણ તેમની પાસેથી હોલસેલમાં મંગાવે છે ગુલકંદ.. ગુલાબની પાંદડીઓ સૂકવવા માટે પોલી સોલાર ડ્રાયર મશીન ખરીદવા બાગાયત વિભાગ તરફથી મને સહાય મળી છે : બળદેવભાઈ ખાત્રાણી