ભારે વરસાદમાં ખેતર ધોવાઈ જતાં પુત્રની શાળાની ફીના પૈસાનો મેળ ના પડતાં ખેડૂતે ઝેર પીધું
ચોટીલાના નાની મેલડી ગામે ખેડૂતનો આપઘાતનો પ્રયાસ
સુરેન્દ્રનગર, રાજયમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતો પાયમાલ બન્યા હોય તેમ પાકમાં નુકશાન પહોચ્યું છે. દરમ્યાન રાજકોટ અમદવાદ હાઈવે પર આવેલા ચોટીલા તાલુકાના નાના મોલડી ગામે રહેતા ખેડૂતે ભારે વરસાદના કારણે ખેતરમાં ધોવાણ થતાં આર્થિક સંકડામણમાં આવી જતાં ઝેરી દવા પી લીધી હતી.
યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ખેતરમાં નુકશાનથી આર્થિક ભીસના લીધે સંતાનોને ફી ભરવાના રૂપિયાનો પણ મેળ નહી પડતાં ખેડૂતે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
ચોટીલા તાલુકાના નાની મોલડી ગામે રહેતા રમેશભાઈ મંગાભાઈ ચૌહાણ નામનો ૩૦ વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ અંગે રાજકોટટ સીવીલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરતાંચોટીલા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને પોલીસે ઝેરી દવા પી લેનાર યુવકનું નિવેદન નોધ્યું હતું.
પ્રાથમીક પુછપરછમાં સામે આવ્યું હતું કે, ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરનાર રમેશભાઈ ચૌહાણ બે ભાઈ અને ત્રણ બહેનમાં વચેટ છે. અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. રમેશભાઈ બે પુત્ર અને એક પુત્રી છે. રમેશભાઈ ચૌહાણ ખેતીકામ કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. ભારે વરસાદને કારણે રમેશભાઈ ચૌહાણના ખેતરમાં ધોવાણ થઈ ગયું હતું.
ભારે વરસાદના કારણે થયેલી નુકશાનીથી રમેશભાઈ ચૌહાણ પાસે વાવણી કરવા અને છોકરાઓની ફી ભરવાના રૂપિયાનો મેળ નહી પડતાં આર્થિક ભીસમાં સપડાયેલા રમેશભાઈ ચૌહાણેઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.