કેનાલોનું રિપેરિંગ કામ કરવામાં ન આવતાં ખેડૂતો પરેશાન
ઢીમા બ્રાન્ચ કેનાલમાં ઠેર-ઠેર ગાબડાં, પાણી બંધ થતાં કેનાલ રિપેરીંગની માંગ
વાવ, સરહદી વાવ તાલુકાના ઢીમા નજીકથી પસાર થતી ઢીમાની મુખ્ય બ્રાન્ચ કેનાલમાં ઠેર-ઠેર લીકેજ અને ગાબડાંઓ પડતાં ખેતરોમાં પાણી ભરાયાં હતાં માર્ચ મહિનામાં સિંચાઈનું પાણી બંધ થાય એ સમયે પ્રોટેકશન દીવાલો, સાયફન અને નર્મદાની મુખ્ય કેનાલમાં કે અન્ય કેનાલોનું રિપેરીંગ કામ કરવાનું હોય છે
છતાં પણ કામ નહિ કરતાં જગતનો તાત ચિંતામાં મુકાયો છે ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યું છે ખેડૂતોને કુદરતી આફત અને કેનાલો આફત વચ્ચે મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિઓ સેવાઈ રહી છે.
ઢીમા મુખ્ય બ્રાન્ચ કેનાલમાં અનેક જગ્યાએ ગાબડાં પડતાં કેનાલમાં વધારે પ્રમાણમાં સિંચાઈ માટે છોડવામાં આવતા જ પ્રોટેકશન દીવાલમાંથી પાણી નીકળી ખેડૂતોના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. આ અંગે રામ આશરાના ખેડૂત ગોવાભાઈ રબારીએ જણાવ્યું હતું કે સરહદી પંથકમાં કમોસમી વરસાદ પાણીની જરૂરિયાત નહિ હોવાથી ઢીમા બ્રાન્ચ કેનાલમાં ઠેર ઠેર ગાબડાં પડયા છે તે ચાર-પાંચ દિવસમાં રિપેરીંગ કામ કરવામાં આવે તો
છેવાડાના વિસ્તાર સુધી સિંચાઈનું પાણી મળી રહે તેવી માંગણી કરી હતી. આ અંગે થરાદ નાયબ કાર્યપાલક ઈજનેર એસ. આર. ચૌધરીએ જણાવ્યું હતું કે, ગાબડાઓ પુરી રીપેરીંગ કામ કરવામાં આવશે અને છેવાડાના વિસ્તાર સુધી સિંચાઈનું પાણી પુરતું મળી રહે એ માટે પ્રયત્ન કરવામાં આવશે વધુમાં જણાવ્યું હતું કે બે ત્રણ દિવસમાં ઢીમા મુખ્ય બ્રાન્ચ કેનાલમાં જયાં જયાં ગાબડાં હશે એનું કામ કરવામાં આવશે એવું જણાવ્યું હતું.