ધાનેરામાં રાયડાના સારા ભાવ મળતાં ખેડૂતો ખુશખુશાલ
ધાનેરા, બનાસકાંઠા જિલ્લામાં ગુજકોમાસેલ દ્વારા છ તાલુકા સંઘમાં ૧૦૯૦ના ટેકાના ભાવે રાયડાની ખરીદી ચાલી રહી છે. માર્કેટ કરતા ટેકાના ભાવે ખેડૂતોને વધુ પૈસા મળતા ખેડૂતો ટેકાના ભાવે રાયડો વેચવા ઉમટી રહ્યા છે. ધાનેરામાં સૌથી વધુ ૯૩,૯૭૯ બોરીની ખરીદી થઈ છે. જ્યારે જિલ્લામાં ૨.૭૦ લાખ બોરીની ખરીદી થઈ છે.
૧૦ જૂન સુધી ટેકાના ભાવે રાયડાની ખરીદી થશે. સરકાર દ્વારા ખેડૂતોને રાયડાના પાકમાં પોષણક્ષમ ભાવ આપવા માટે ગુજકોમાસેલ દ્વારા તાલુકા સંઘો મારફતે ટેકાના ભાવે રાયડાની ખરીદી ચાલી રહી છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ધાનેરા, કાંકરેજ, થરાદ,ડીસા અને થરા મળી છ કેન્દ્રો પર ટેકાના ભાવે રાયડાની ખરીદી થઈ રહી છે. જેમાં અત્યાર સુધીમાં ટેકાના ભાવે ૨.૭૦ લાખ બોરી રાયડાની આવક નોંધાઇ છે.
બજારમાં રાયડાનો ભાવ પ્રતિ ૫૦ કિલોએ રૂ.૯૦૦થી ૯૯૦નો ભાવ ચાલી રહ્યો છે. જેની સામે સરકાર દ્વારા પ્રતિ ૫૦ કિલો રાયડામાં ટેકાનો ભાવ ૧૦૯૦ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂતોને માર્કેટ યાર્ડ કરતા ટેકાના ભાવે ખરીદીમાં વધુ ભાવ મળતા ખેડૂતો ટેકાના ભાવે રાયડો વેચવા કેન્દ્ર પર ઊંમટી રહ્યા છે.
ગુજકોમાસેલ દ્વારા જુદા-જુદા છ કેન્દ્રો પર તાલુકા સંઘો મારફતે ટેકાના ભાવે રાયડાની ખરીદી ખેડૂતો ઉત્સાહ બતાવી રહ્યા છે. પાલનપુર કેન્દ્ર પર પાલનપુર, વડગામ, દાંતીવાડા, અમીરગઢ અને દાંતા તાલુકાનો સમાવેશ કરાયો છે. જ્યારે કાંકરેજ કેન્દ્ર પર કાંકરેજ અને દિયોદર તાલુકાનો સમાવેશ કરાયો છે.
ભાભર કેન્દ્ર પર ભાભર અને સુઈગામ તાલુકાનો સમાવેશ કરાયો છે. જ્યારે ડીસા, થરાદ અને ધાનેરાને અલગ કેન્દ્ર ફાળવાયા છે. જાેકે, ટેકાના ભાવે રાયડાની ખરીદીમાં ધાનેરા કેન્દ્ર સહુથી વધુ ૯૩,૯૭૯ બોરીની ખરીદી સાથે જિલ્લામાં અવ્વલ નંબરે છે. છ કેન્દ્ર પર ૨.૭૦ લાખ બોરી રાયડાની આવક થઈ ચૂકી છે.
રાજ્ય સરકાર દ્વારા બે વર્ષ આગાઉ જ્યારે પુરવઠા વિભાગને ટેકાના ભાવે રાયડાની ખરીદીની જવાબદારી આપવામાં આવી હતી. તે સમયે લાંબી લાઈનો લાગતી હતી. બે ત્રણ દિવસે ખેડૂતોના નંબરો આવતા હતા.
પરંતુ આ વખતે તાલુકા સંઘોને ખરીદી આપવામાં આવતા તાલુકા સંઘ દ્વારા પ્રતિદિન ૧૦૦ જેટલા ખેડૂતોને જદ્બજ મોકલી બોલાવવામાં આવે છે અને સાંજ સુધીમાં ખરીદી પૂર્ણ થઈ જતી હોય છે. ખેડૂતોનો એક જ દિવસની અંદર નંબર આવી જતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. તે ઉપરાંત ધાનેરા તાલુકા ખરીદ વેચાણ દ્વારા કેન્દ્ર પર ૧૦ જેટલા કાંટાઓ લગાવવામાં આવતા ખેડૂતોને રાયડાની ખરીદી સમયસર થઈ રહી છે.SS1MS