મોંઘા ભાવના બિયારણ લાવ્યા પછી ખાતર ન મળતા ખેડૂતો લાચાર બન્યા
દાહોદની લીમડી એપીએમસીમાં ખાતરની અછતના પગલે ખેંચતાણ-ખેડૂતો ખાતર માટે ખાઇ રહ્યા છે ધક્કાઃ
દાહોદ, લીમડી એપીએમસીમાં આવેલ સરકારી દુકાનોમાં હાલ ખાતરનો જથ્થો પુરતા પ્રમાણ ન આવતા ખેડૂતો વેહલી સવારથી લાઇનમાં ઉભા રેહવા છતાંય ખાતર મળતું નથી. ખાતરની અછતના પગલે ઘઉંના પાકને નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે. ત્યારે મોંઘા ભાવના બિયારણ લાવ્યા પછી ખાતર ન મળતા ખેડૂતો લાચાર બન્યા છે.
દાહોદ જિલ્લામા હાલ વાવણી કરેલા પાકને ખાતરની જરુર છે, પરંતુ ખાતર ન મળતા ખેડૂતોની સ્થિતિ ખરાબ થઇ છે. એક તરફ કમોસમી માવઠાએ ખેડૂતોના પાકને નુકશાન કર્યું. તો બીજી બાજુ હાલ વાવણી કરેલા ખરીફ પાક એવા ઘઉંને ખાતરની જરુર છે. ત્યારે પુરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો આવતો ન હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે.
લીમડી એપીએમસીમાં આવેલ સરકારી દુકાનોમાં હાલ ખાતરનો જથ્થો પુરતા પ્રમાણ ન આવતા ખેડૂતો વેહલી સવારથી લાઇનમાં ઉભા રેહવા છતાંય ખાતર મળતું નથી. ખાતરની અછતના પગલે ઘઉંના પાકને નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે. દાહોદ જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. અહીંના ખેડૂતો માટે કોઇ સિંચાઇની વ્યવસ્થા ન હોવાના પગલે સિઝનના પાક લેતા હોય છે. ત્યારે મોંઘા ભાવના બિયારણ લાવ્યા પછી ખાતર ન મળતા ખેડૂતો લાચાર બન્યા છે.