બજારમાં નવા ઘઉંની આવક, ભાવમાં ઘટાડો થતાં ખેડૂતો નિરાશ

અમરેલી, ઘઉંના ભાવમાં ઘટાડો થયો છે. સૌરાષ્ટ્રમાં નવા ઘઉંની શરૂઆત થઈ ગઈ છે અને હાલ ઘઉંના ભાવમાં રૂપિયા ૨૫ સુધીનો ઘટાડો ૨૦ કિલોએ થયો છે.
ઘઉંની આવકમાં સતત વધારો થયો છે. ઘઉંની સિઝન શરૂ થતાં ભાવમાં ઘટાડો થતાં ખેડૂતો નિરાશ થાય છે. રાજકોટ યાર્ડમાં ૫૦૦૦ ગુણીની ઘઉંની આવક નોંધાઈ છે. રાજકોટ યાર્ડમાં મિલબરના ભાવમાં ૪૯૫ થી ૫૦૫ રૂપિયા સુધી બોલાયા હતા. એવરેજ ભાવ ૫૧૦ થી ૫૪૦ રૂપિયા બોલાયો હતો. સારી ક્વોલિટીમાં ૫૫૦ થી ૫૮૦ રૂપિયા ભાવ બોલાયો હતો. યાર્ડમાં સતત આવકમાં વધારો થયો છે.
ગોંડલ યાર્ડમાં ૧૯ હજાર ગુણીની ઘઉંની આવક નોંધાઈ હતી. જેમાં ઘઉં લોકવનનો ભાવ ૫૨૪ થી ૫૫૬ રૂપિયા સુધી નોંધાયો હતો. જ્યારે ઘઉં ટુકડાનો ભાવ ૪૯૬ થી ૬૭૧ રૂપિયા ભાવ બોલાયો હતો. હિંમતનગર યાર્ડમાં ૧૨૦૦ ગુણીની આવક નોંધાઈ હતી અને ૫૫૦ થી ૬૯૧ રૂપિયા ભાવ બોલાયો હતો.
અમરેલી યાર્ડમાં ૪૪૦૦ મણ ટુકડા ઘઉંની આવક નોંધાઈ હતી અને ભાવ ૪૯૫ થી ૫૮૦ રૂપિયા બોલાયો હતો. સાવરકુંડલા યાર્ડમાં ૫૫૦ થી ૫૮૧ રૂપિયા ભાવ બોલાયો હતો. મહુવા યાર્ડમાં ૪૪૬ મણની ઘઉંની આવક નોંધાઈ હતી. ૪૫૦ થી ૫૯૩ રૂપિયા ભાવ બોલાયો હતો. કોડીનાર યાર્ડમાં ૨૧૦૦ મણની ઘઉંની આવક નોંધાઈ હતી અને ૪૪૫ થી ૫૭૯ રૂપિયા ભાવ બોલાયો હતો.
પોરબંદર યાર્ડમાં ૩૬ મણની ઘઉંની આવક નોંધાઈ હતી. અને ૪૫૦ થી ૪૮૪ રૂપિયા ભાવ બોલાયો હતો. તળાજા યાર્ડમાં ૨૧૦૦ મણની આવક નોંધાઈ હતી. ૪૪૫ થી ૫૭૯ રૂપિયા ભાવ બોલાયો હતો. જસદણ યાર્ડમાં ૩૦૦ મણ ઘઉંની આવક નોંધાઈ હતી. ૪૪૫ થી ૫૪૦ રૂપિયા ભાવ બોલાયો હતો.SS1MS