કચ્છમાં કમોસમી વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા

અમદાવાદ, ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગરમીમાં એકા એક ઘટાડો નોંધાયો હતો. પવનની દિશા બદલાતા તાપમાન ઘટ્યું હતું.
સૌથી વધુ તાપમાન રાજકોટમાં ૩૭.૪ ડિગ્રી નોંધાયું હતું. ગતરોજ કચ્છ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા.હવામાન વિભાગ દ્વારા ગુજરાતના હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે, આવનારા પાંચ દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન સૂકું રહેશે. મહત્તમ તાપમાનની વાત કરીએ તો, ૨૪ કલાકમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં.
તે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાનું અનુમાન છે.હવામાન નિષ્ણાત નિષ્ણાતે માર્ચ મહિનામાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરી છે. ૨૧થી ૨૩ માર્ચ દરમિયાન રાજ્યમાં ગરમીમાં વધારો થઇ શકે છે.
ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીની આસપાસ રહી શકે છે. કચ્છમાં પણ મહત્તમ તામપાન ૩૯થી ૪૦ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ગરમીનો પારો ૩૯થી ૪૦ ડિગ્રીની આસપાસ રહી શકે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં મહત્તમ તામપાન ૪૧ ડિગ્રી સુધી પહોંચી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન નિષ્ણાતની હવામાન અંગેની આગાહી સાચી પડી હોય તેમ ૨૦મી માર્ચના રોજ કચ્છમાં વરસાદ વરસ્યો હતો.ગતરોજ કચ્છ જિલ્લામાં બપોર પછી ઘણી બધી જગ્યાએ વરસાદી ઝાપટાં પડ્યા હતા. ભુજમાં વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
નખત્રાણાના પાવરપટ્ટી વિસ્તારમાં અચાનક કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે અહીંયા તો રોડ રસ્તા ભીના થઈ ગયા હતા. સાથે જ આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા હતા.
ગતરોજ અમદાવાદમાં ૩૫.૮ ડિગ્રી, ગાંધીનગરમાં ૩૫.૮ ડિગ્રી, ડીસામાં ૩૬.૭ ડિગ્રી, વડોદરામાં ૩૬.૪ ડિગ્રી, સુરતમાં ૩૫.૪ ડિગ્રી, ભુજમાં ૩૫.૫ ડિગ્રી, અમરેલીમાં ૩૬ ડિગ્રી, પોરબંદરમાં ૩૪ ડિગ્રી, ભાવનગરમાં ૩૪.૭ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૩૫.૫ ડિગ્રી, મહુવામાં ૩૫.૮ ડિગ્રી, કેશોદમાં ૩૬.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.SS1MS